નવી મુંબઈમાં ત્રણ માળની ઈમારત પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા. છે. ઘટનાની જાણ થતા જ એનડીઆરએફ, પોલીસ અને નગરપાલિકાની ટીમ દોડી ગઈ હતી અને બચાવ કાર્ય શરુ કરી દેવાયું છે.
નવી મુંબઈના શાહબાઝ ગામમાં એક ત્રણ માળની ઈમારત ’ઈન્દિરા નિવાસ’ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ એનડીઆરએફ , મુંબઈ પોલીસ, ફાયર વિભાગ અને પાલિકાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું.શાહબાઝ ગામ નવી મુંબઈના સીબીડી બેલાપુર વિસ્તારમાં આવેલું છે આ ઈમારત ગ્રાઉન્ડ વત્તા 3 માળની હતી. ફાયર બ્રિગેડે જણાવ્યું કે આ ઘટના આજે વહેલી સવારે 4.35 વાગ્યે બની હતી. આ અકસ્માતમાં બે લોકો દટાયા હોવાની આશંકા છે.તેમજ 2 લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર કૈલાશ શિંદેએ માહિતી આપી છે કે, આ ઈમારત આજે સવારે 5.00 વાગ્યા પહેલા ધરાશાયી થઈ હતી. આ સેક્ટર-19, શાહબાઝ ગામમાં એક +3 બિલ્ડીંગ છે. આ 3 માળની ઈમારતમાંથી 52 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે.જો કે આ ઇમારત પડશે તેવું લાગતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા જેથી જાનહાનીની શક્યતા ઓછી છે તેમ સુત્રો એ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્વાતિ મેઈન રોડ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી 36 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે
April 08, 2025 03:20 PMગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી રૂ.૧.૨૬ લાખની કોપર પ્લટની ચોરી
April 08, 2025 03:19 PMકેવાયસી અપડેટના નામે ફોન કરી બાંધકામ ધંધાર્થીના ખાતામાંથી 5.62 લાખ ઉસેડી લીધા
April 08, 2025 03:17 PMઆખા વર્ષમાં અખા ત્રીજે લગ્ન કરવા શું કામ માનવામાં આવે છે શુભ? જાણો તેની પાછળનું કારણ
April 08, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech