પોરબંદરના રેલ્વે ટ્રેકની પોલીસ દ્વારા ઉંડાણથી તપાસ હાથ ધરાઇ

  • October 12, 2024 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના જુદા-જુદા રેલ્વે ટ્રેક ઉપર ગવર્મેન્ટ રેલ્વે પોલીસના જવાનો તથા આર.પી.એફ.ના સ્ટાફે પાટાની ચકાસણી સહિત તપાસ હાથ ધરી હતી.પોરબંદર રેલ્વે સ્ટેશનના જી.આર.પી. ગવર્મેન્ટ રેલ્વે પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલ અમિતભાઇ પરબતભાઇ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ બી. તથા  વુમન પોલીસ કોન્સ્ટેબલ મધુબેન તેમજ આર.પી.એફ. સ્ટાફ તથા રેલ્વે કર્મચારીઓ સાથે રેલ્વે ટ્રેકનું પેટ્રોલીંગ તથા સંવેદનશીલ ગણાતા નરસંગ ટકરી ખાડી ઉપરના રેલ્વે પુલ ઉપર ફૂટ પેટ્રોલીંગ કરી ટ્રેન દુર્ઘટના ન બને તેમજ કોઇ અનિશ્ર્ચનીય બનાવ બનતો અટકાવવા પ્રયાસો કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application