શહેરમાં 77.99 કરોડનાં ખર્ચે 800 નવા આવાસો બનાવવા ટેન્ડર બહાર પડાયું

  • December 28, 2024 11:34 AM 

દોઢેક વર્ષ પહેલા અંધાશ્રમ પાસે 1420 આવાસો બનાવવા ટેન્ડર બહાર પડાયુ હતું પરંતુ કોઇએ ટેન્ડર ન ભર્યુ હવે 800 આવાસ બનાવવા ટેન્ડર બહાર પડી ગયુ જેમને મળવા પાત્ર હશે તે તમામને વિનામુલ્યે એક બેડમ, હોલ, કિચન વાળુ આવાસ મળશે: અશોક જોશી


જામનગર મહાનગર પાલિકા દ્વારા અંધાશ્રમ પાસેનાં આવાસોને જમીનદોસ્ત કરાયા બાદ જા.મ.પા. દ્વારા બીજી વખત 800 આવાસ બનાવવા ા. 77.99 લાખનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. અગાઉ દોઢેક વર્ષ પહેલા એટલે કે 2023નાં મે મહિનામાં કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ તે સમયે કોઇએ ટેન્ડર ન ભરતાં આ પ્રક્રિયા આગળ વધી ન હતી. હવે તમામ આવાસો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે જે કોઇની માલિકી હશે તે તમામ લોકોને એક બેડમ હોલ કીચન વાળુ ઇડબલ્યુએસ યોજના હેઠળ વિનામુલ્યે આવાસ મળશે.


જામનગર મહાનગરપાલિકાનાં નાયબ કાર્યપાલક ઇજનેર અશોક જોશીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાલી કરેલા આવાસ અને ઘરભાડાનો પ્રશ્ર્ન પુરો થઇ ગયો છે અને હવે 800 આવાસ બનાવવા માટે ા. 77.99 લાખનું ટેન્ડર બહાર પડાયુ છે. જે કોઇ લોકોને નિયમ મુજબ આવાસ હશે તેઓને નવા મકાનો મળશે. આ અગાઉ 31 મે 2023 આસપાસ એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં 1420 આવાસ બનાવવા માટેનું હતું એ ટેન્ડર કોઇએ ભર્યું ન હતું કોર્પોરેશન દ્વારા બીજી વખત ટેન્ડર મુકવામાં આવ્યું હતું કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સમજાવટથી આવાસનો પ્રશ્ર્ન હવે ઉકેલાયો છે અને સરકારની ગાઇડ લાઇન પ્રકાણે આવાસ ફાળવવામાં આવશે.


ટીપી સ્કીમ નં. 55માં  અને 95માં વિભાજીત થયેલી 1404 આવાસ યોજનાના રીડેવલોપમેન્ટનું કામ હવે થશે. ત્યારે હવે ટેન્ડરની પ્રક્રિયામાં ટેન્ડર ભરાયા બાદ નવા મકાનો બનશે. નિયમ મુજબ માત્ર હપ્તા ભરેલા અને દસ્તાવેજ ધરાવનારા જ નવી બનનારી આવાસ યોજનામાં ફલેટ મેળવવા હક્કદાર થશે. પરંતુ જામનગરમાં 1404 આવાસમાં કરાર આધારિત ફલેટ લઇને રહેનારાની સંખ્યા પણ મોટી છે જયારે આ પ્રકરણમાં કોઇક રસ્તો નીકળશે. આવાસનાં પુરા હપ્તા ભરેલા લોકોને આ નવું આવાસ મળશે.


કોર્પોરેશન દ્વારા રીડેવલોપમેન્ટ કરવા માટે 800 આવાસની સગવડતા આપવાનું નકકી કરવામાં આવ્યું છે ત્યારથી જેમ બને તેમ ઝડપથી આ કામ શરુ થાય તેવું આવાસ ધારકો ઇચ્છી રહ્યા છે.  અંધાશ્રમ પાસે હવે નવા આવાસો બને ત્યારે બીજો કોઇ પણ જાતનો વિવાદ ન થાય તે પણ જરી છે ત્યારે જે કોઇના આવાસોની પાડતોડ કરવામાં આવી છે તે તમામ લોકોને નિયમ મુજબ દસ્તાવેજ હશે તો તેને વિનામુલ્યે આવાસ મળશે. અને આ અંગે સરકારનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application