ગોંડલ પંથકની પ્રસૂતાને વરસતા વરસાદમાં પ્રસુતિની પીડા ઉપડતા 108માં રાજકોટ લઇ જવામાં આવતી હતી ત્યારે રસ્તામાં જ પ્રસુતિ કરાવવાની જરૂર પડતા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવતા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ગોંડલ તાલુકાના હડમતાલા ગામમાં સગભર્િ માતાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 સેવામાં કોલ કરવામાં આવ્યો હતો. આ ફોનના આધારે નજીકની 108 એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. 108 સ્થળ પર પહોંચી ચાલુ વરસાદમાં સગભર્નિે રાજકોટ લઈ જવામાં આવતી હતી. ત્યારે ગામની બહાર નીકળતા જ અસહ્ય પ્રસુતિની પીડા ઉપડતા એમ્બ્યુલન્સ સેવાનાં ફરજ ઉપર ના ઇએમટી અલ્પેશ આહીર અને પાઇલોટ દેવરાજ ચૌહાણએ તપાસ કરતા જાણવા મળ્યું કે, સગભર્નિી હોસ્પિટલ સુધી પહોંચી શકે એમ નથી અને તાકીદે પ્રસુતિ કરાવવી પડે તેમ છે. સમય સુચકતા વાપરી અમદાવાદ ખાતેના ડોક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી ઓન કોલ ડોક્ટરની સલાહ સૂચન મુજબ ઇએમટી અલ્પેશ આહીરએ સલામત સ્થળે એમ્બ્યુલન્સ ઉભી રાખી પ્રસૂતિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દરમિયાન એક પછી એક એમ દશ મિનિટ ના અંતરમાં સગભર્એિ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારબાદ સગભો માતા રૂબીબેન રાજેશ ભાઈ (ઉં.વ.28) અને જોડિયા બાળકો ને જરૂરી સારવાર આપી રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યાં ફરજ પરના તબીબ દવારા પ્રસૂતા માતા અને નવજાત ટ્વિન્સ બાળકો સંપૂર્ણ સ્વસ્થ હોવાથી પુષ્ટિ કરી હતી. આમ ચાલુ વરસાદ દરમિયાન 108 સેવાનાં તાલીમબદ્ધ કર્મચારીની સફળ કામગીરીએ સગભર્િ માતા અને નવજાત શિશુનું જીવન બચાવતા આ રીતે સરકારની 108 સેવા પરિવાર માટે આશીવર્દિ રૂપ સાબિત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech