સારવારમાં ખસેડાયા : વ્યાજ ચુકવી દીધા છતાં વધુ રકમ પડાવવા ધામ ધમકી આપી : ગ્રેઇન માર્કેટના એક વેપારી સહિત પાંચ શખ્સ સામે ફરીયાદ
જામનગરની હર્ષદ મીલની ચાલી નજીક રહેતા ચાની કેબીનના ધંધાર્થી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ જતા અને આરોપીઓના ત્રાસથી કંટાળીને ઝેર પી લેતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે જયાં તેમણે પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના હર્ષદ મીલની ચાલી પાસે મહાવીરનગર શેરી નં. ૨માં રહેતા ચાની કેબીનના ધંધાર્થી પરસોતમ વાસુભાઇ ચાંદ્રા (ઉ.વ.૪૮)એ ગઇકાલે સીટી-સીમાં જામનગરના અશોક મુળજી નંદા, પંકજ લુહાણા-પંકજ ટ્રેડર્સવાળા ગ્રેઇન માર્કેટ ઓફીસ છે તે તથા ભરત મુળજી નંદા, વિનોદ ત્રિકમદાસ ખાનીયા અને અમિત દોશી નામના પાંચ શખ્સો વિરૂઘ્ધ આઇપીસી કલમ ૫૦૬(૨), ૧૧૪ તથા મનીલેન્ડ એકટ ૧૯૪૬ની કલમ ૫, ૩૩ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો મુજબ ફરીયાદી પરસોતમભાઇએ ૨૦૨૧ કોરોના કાળ દરમ્યાન ધંધો ચાલતો ન હોય તેમજ પોતાની દીકરીના લગ્ન કરવા માટે ઉપરોકત ૪ શખ્સો પાસેથી અલગ અલગ સમયે આશરે ૭ ટકા તેમજ ૧૦ ટકા વ્યાજે લીધેલ એ પૈકી અમુક રકમ ચુકવી આપી હતી.
તેમ છતાં પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી જો રુપીયા પરત ન આપે તો દિકરા અનિષને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ એક આરોપી અમિતને ફરીયાદીએ લોન પાસ કરવા માટે રુા. ૫૨ હજાર આપેલ હતા તે પરત નહીં આપી ઉપરોકત પાંચેય આરોપીના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવેલ છે આમ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યો હતો. આ બનાવ હિરજી મીસ્ત્રી રોડ પર બનેલ હોય આથી આગળની તપાસ સીટી-સી ડીવીઝન પોલીસ દ્વારા ચલાવવામાં આવી હતી દરમ્યાન ૪ની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ચા કેબીનના ધંધાર્થી ફરીયાદીએ વ્યાજ ચુકવી દીધું હોવા છતા પૈસા માંગતા હોય અને ચેક રીટર્નની ફરીયાદ બાબતે દાંટી મારતા આખરે કંટાળીને ઝેર પી લેતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા દરમ્યાન પોલીસે નિવેદન લીધુ હતુ અને વિધીવત ફરીયાદના આધારે તપાસ હાથ ધરીને ૪ આરોપીની અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech