વિધાનસભા વિસ્તાર દીઠ ભાજપની સભ્ય નોંધણીનો એક લાખનો ટાર્ગેટ અપાયો

  • October 09, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમા ગુજરાતમાં ભાજપને સદસ્યતા અભિયાનમાં નબળો પ્રતિસાદ સાંપડતા કેન્દ્રીય જળશકિત મંત્રી અને પ્રદેશ પ્રમુખ અભિયાન સાથે સંકળાયેલા કાર્યકરો તથા ધારાસભ્યો, સાંસદો સહિતના જનપ્રતિનિધિઓને ૧૫ ઓકટોબર સુધીમાં મહત્તમ લોકો સુધી પહોંચી સભ્ય નોંધણી કરાવવા ટકોર કરી હતી. આ બેઠકમાં ૧૩ ઓકટોબરના રોજ સદસ્યતા અભિયાન માટે વધુ એક વખત વિશેષ ઝુંબેશ હાથ ધરવાના કાર્યક્રમની જાહેરાત કરાય હતી.જેમાં સાંસદોએ વિસ્તારમાં ૭ લાખ અને ધારાસભ્યોએ મત વિસ્તારમાં ૧ લાખ સભ્યો બનાવનો ટાર્ગેટ અપાયો છે તો સાંસદે વ્યકિતગત ૧૦૦૦૦ અને ધારાસભ્યએ ૫૦૦૦ સભ્યો બનાવવાનો ટાર્ગેટ મુકાયો છે.
આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યો પણ સામેલ થયા હતા. કામગીરીની સમીક્ષા કરાઇ હતી. આ વખતે મિસ્ડ કોલ કરનારને એક લિન્ક ફોર્મ મોકલીને વિગતો, ઓટીપી મળે તે આપવાનો રહે છે એના લીધે જલ્દીથી કોઇ સભ્ય બનવા તૈયાર થતું નથી. જોકે, સપ્ટેમ્બર માસમાં અભિયાનની શઆત થઇ ત્યારે સૌએ ઉત્સાહથી ફોટો સેશન કરી સભ્યો બનાવ્યા પછી બધો ભાર કાર્યકરોના શીરે મૂકી દીધો હતો. આને લીધે બે કરોડ સભ્ય બનાવવાના પાટીલના લયાંક સામે માંડ એક કરોડ કરતાં ઓછા સભ્યો હજુ નોંધાયા છે. જોકે, છ વર્ષ અગાઉ અભિયાન છ મહિના માટે ચાલુ રહ્યું હતું. આ વખતે સપ્ટેમ્બરથી ૧૫ ઓકટોબર સુધી જ ચાલુ રહેવાનું છે.
આ બેઠકમાં પ્રમુખ પાટીલે ટકોર કરતી વખતે કહ્યું કે, સદસ્યતા અભિયાનનો આંકડો મોટો કરવા માટે ગમે તેવા રસ્તા અપનાવીએ એ પણ ન થવું જોઇએ.સભ્યો પોતાની સક્રિયતા વધારે, જનપ્રતિનિધિ, આગેવાનોએ લોકો વચ્ચે જવું જોઇએ અને વધુને વધુ લોકોને મળી પક્ષમાં જોડવા જોઇએ. આંકડો મોટો કરવા કરતાં પોતાની સક્રિયતા વધારે તે જરી છે. આજની બેઠકમાં પાટીલે સદસ્યતા અભિાયાનમાં સાં પર્ફેામન્સ કરનાર પાંચ અને નબળું પર્ફેામન્સ કરનાર પાંચ વિધાનસભાના નામો જાહેર કરી સાં પર્ફેામન્સ કરનારા પાસેથી સૌએ વિગતો લઇને કેવી રીતે પોતે પર્ફેામન્સ સુધારી શકે તે અગે માર્ગદર્શન પુ પાડયુ હતુ

પ્રથમ તબક્કામાં જોઈએ એટલા સભ્યો ન બનતા ધારાસભ્યોના કલાસમાં લેશન
ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્રારા સદસ્યતા અભિયાનને લઈને મળેલી બેઠકમાં ધારાસભ્ય,સાંસદો અને પદાધિકારીઓને સદસ્ય બનાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેમાં સાંસદોએ વિસ્તારમાં ૭ લાખ અને ધારાસભ્યોએ મત વિસ્તારમાં ૧ લાખ સભ્યો બનાવનો ટાર્ગેટ અપાયો છે તો સાંસદે વ્યકિતગત ૧૦૦૦૦ અને ધારાસભ્યએ ૫૦૦૦ સભ્યો બનાવવાનો ટાર્ગેટ મુકાયો છે

કોને કેટલો ટાર્ગેટ
– કોર્પેારેટર માટે ૨૦૦૦
– જિલ્લા પંચાયતના સભ્યો માટે ૧૦૦૦
– તાલુકા પંચાયતના સભ્યો માટે ૫૦૦
– પ્રદેશના પદાધિકારીઓ માટે ૧૦૦૦
– મોરચાના પ્રદેશ પ્રમુખ મહામંત્રી અને સેલના સંયોજકોએ ૧૦૦૦–૧૦૦૦
– પૂર્વ સાંસદ ૨૦૦૦
– પૂર્વ ધારાસભ્ય ૧૦૦૦
– ૨૦૨૨માં ચૂંટણી હારેલા ઉમેદવારોએ ૨૫૦



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application