આજે વિશ્વ મેલેરિયા દિવસ છે.ત્યારે જુનાગઢ જિલ્લામા ગ્રામ્ય પંકમાં તપાસ ,ફોગિંગ સહિતની કામગીરીી એક વર્ષમાં મેલેરિયાના કેસમાં ૬ ટકાનો ઘટાડો યો છે. ચાલુ વર્ષે ચાર મહિનામાંજિલ્લામાં માત્ર બે જ મેલેરિયાના કેસ નોંધાયા છે. જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગની
૮૫૫ ટીમ દ્વારા ૪૯૧ ગામોમાં હાઉસ ટુ હાઉસ સર્વલંન્સ અને ચકાસણી કરી પોરાનાશક ચેકિંગની કામગીરી કરી મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત કામગીરી કરાઈ હતી.
ભારત સરકાર દ્વારા ૨૦૩૦ સુધીમાં મેલેરિયા નાબૂદી અભિયાન અમલમાં મૂકવામાં આવેલ છે તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે ૨૦૧૭થી મેલેરિયા નાબૂદી માટે ઝુંબેશ શરૂ કરી છે. જૂનાગઢમાં ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ ૨૦૨૧ ની સરખામણીએ વર્ષ ૨૦૨૨ માં મેલેરીયા ના કેસોમાં ૩૭ ટકા અને ડેન્ગ્યુમાં ૨૧ ટકાનો ઘટાડો, જ્યારે વર્ષ ૨૦૨૩ માં મેલેરિયામાં ૬ ટકાનો અને ડેન્ગ્યુ માં ૨ ટકાનો ઘટાડો યો છે. વર્તમાન વર્ષમાં પણ જાન્યુઆરીી એપ્રિલ સુધીમાં માત્ર મેલેરિયાના બે કેસ જ નોંધાયેલા છે.
એન.વી. બી ડી સી પી પ્રોગ્રામ અંતર્ગત જુનાગઢ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા વધુ સમાન વિશ્વ માટે મેલેરીયા સામેની લડાઈને વધુ વેગ આપીએની થીમ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં સધન ચેકિંગ ઝુંબેશ કરવામાં આવી હતી. જે અંતર્ગત જુનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો મનોજ સુતરીયા, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. લાખાણી ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય શાખાની ૮૫૫ ટીમ દ્વારા ૪૯૧ ગામોમાં હાઉસ ટુ હાઉસ સર્વલંન્સ અને ચકાસણી કરી પોરાનાશક ચેકિંગની કામગીરી દ્વારા મેલેરિયા મુક્તિ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી.
જૂનાગઢમાં શંકાસ્પદ મેલેરીયા ડેન્ગ્યુના તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રામિક આરોગ્ય તા સામુહિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે લોહીની તપાસ કરાવી નિદાન કરાવવા પણ આરોગ્ય શાખાએ જણાવ્યું હતું. તેમજ મેલેરિયાના જંતુઓને નાશ કરવા માટે ખાડા ખાબોચિયામાં માટી રેતી પૂરી નિકાલ કરવા તા મચ્છર ખાડા ખાબોચિયામાં માટી રેતી પુરી મચ્છરનો નિકાલ કરવા પણ આરોગ્ય વિભાગ દ્વારા ટીપ્સ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech