શહેરના પોરબંદર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ પટેલ કોટનમાં ગ્રાઉન્ડમાં પડેલ ૨૫ જેટલી ગાડીના કપાસમાં સાંજના સુમારે અચાનક આગ લાગતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં ઉપલેટા–ધોરાજીના ફાયર ફાઇટરો દ્રારા ત્રણ કલાકે આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલના તબકકે લાખોની નુકસાનીનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
ઉપલેટા–પોરબંદર હાઇવે રોડ પર ઇરારાના પાટીયા પાસે આવેલ પટેલ કોટનના ગ્રાઉન્ડમાં પડેલ ૨૦થી ૨૫ જેટલી ગાડીના કપાસમાં અચાનક અકસ્માતે આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. આગના ગોળા ખેતરોમાં કામ કરતા ખેતમજૂરોએ જોતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. પટેલ કોટનના ગ્રાઉન્ડમાં પડેલ બે અલગ અલગ ઢગલામાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ઉપલેટા તેમજ ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી આવ્યા હતાં. ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. કપાસમાં આગ લાગતા જ ગ્રાઉન્ડમાં પડેલા ઢગલાને મજુરો અને આજુબાજુના લોકો દ્રારા પાણીનો છંટકાવ કરી આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા પણ ધોરાજી–ઉપલેટાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચે તે પહેલા બન્ને ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવાઇ હતી. હાલ પ્રાથમિક ધોરણે લાખોની નુકસાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech