રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્રારા મિટિંગોનો દોર

  • April 04, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પરસોતમ પાલા મામલે અત્યાર સુધી ચૂપચાપ રહેલા પાટીદાર સમાજ હવે પાલાના સમર્થનમાં મેદાનમાં આવ્યો છે.
મીટીંગો સભા સહી ઝુંબેશ જેવા કાર્યક્રમો શ કરી દીધા છે અને આગામી દિવસોમાં તે વધુ પ્રભાવક બનાવવાની દિશામાં પણ પ્લાનિંગ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.

૧૫૦ ફટ રીંગ રોડ પર એક ફાર્મ હાઉસમાં કડવા પાટીદાર સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું અને તેમાં પાલાને વિજેતા બનાવવા માટે અનુરોધ કરાયો હતો. આવું એક બીજું સંમેલન આવતીકાલે ટીલાળા ચોક પાસેની એક સંસ્થામાં મળી રહ્યું હોવાનું જાણવા મળે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આવા સંમેલનોમાં ક્ષત્રિય કે અન્ય કોઈ સમાજની વાત કરવામાં આવતી નથી. માત્ર અને માત્ર ભાજપ અને પાલાને સમર્થનની જ વાત થાય છે.

ક્ષત્રિય સમાજના આંદોલનમાં ફ્રન્ટ લાઈન પર મહિલાઓ છે તે બાબતને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજની મહિલાઓએ પુષોત્તમ પાલાના સમર્થનમાં સહી ઝુંબેશ શ કરી હોવાનું જાણવા મળે છે.

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર અમારી ચાંપતી નજર છે: કલેકટર
ક્ષત્રિય સમાજ દ્રારા પુષોત્તમ પાલાનો વિરોધ થઈ રહ્યો છે અને પાટીદાર સમાજ તેનું ખુલ્લું સમર્થન કરે છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર જિલ્લામાં શું પરિસ્થિતિ છે? તેવા પત્રકારોના સવાલના જવાબમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે રાબેતા મુજબ છે. પરંતુ આમ છતાં અમે પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક, આઇબી વગેરે સાથે સંપર્કમાં છીએ અને દરેક પ્રકારના ડેવલપમેન્ટ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ.
લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્રારા છેલ્લા કેટલાંક દિવસોથી વિરોધ થઇ રહ્યો છે. ક્ષત્રિયોના વિરોધ પછી પણ પાટીદાર સમાજ તરફથી કોઇ સ્ટેટમેન્ટ અત્યાર સુધી આપવામાં આવ્યું ન હતું અને રૂપાલાના સમર્થનમાં કોઇ કાર્યક્રમો પણ યોજાયા ન હતાં, પરંતુ ગઇકાલની મિટિંગમાં રૂપાલાની ટિકિટ કાપવાનો કોઇ નિર્ણય ન આવતા ક્ષત્રિય સમાજ પોતાનું આંદોલન વધુ તેજ બનાવવા આગળ વધી રહ્યો છે. બીજી બાજુ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ દ્રારા પણ મિટિંગ, સભા, સહી  ઝુંબેશ જેવા કાર્યક્રમો આપવાનું શરૂ થતાં તત્રં સાબદુ બની ગયું છે. આ બાબતે પોલીસ, આઇબી અને કલેકટર તત્રં આંદોલનના જુદા જુદા કાર્યક્રમો, નિવેદનો અને સોશિયલ મીડિયા પર બારીકાઇથી નજર રાખીને બેઠું છે. આજની સ્થિતિએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ રાબેતા મુજબની છે અને આવું જ વાતાવરણ જળવાઇ રહે તે માટે તત્રં અગમચેતીના પગલાં રૂપે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને બેઠું છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application