પોરબંદરની ડો.વી.આર. ગોઢાણીયા કોલેજ બી.કોમ અંગ્રેજી માધ્યમમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી
પોરબંદર શહેરમાં શિક્ષણ જગતમાં નામના ધરાવતી ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં પ્રિન્સીપાલ ડો.કેતન શાહના માર્ગદર્શન હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અંગ્રેજી માધ્યમ દ્વારા સ્ટાર્ટઅપ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મુખ્ય વક્તા વિભાગના ડાયરેકટર કલ્પનાબહેન જોષી હતા.લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
તેમણે સ્ટાર્ટઅપના પગલાઓ પર પોતાનું વક્તવ્ય આપ્યુ હતુ. વિદ્યાર્થીનીઓએ પોતાના નવીનતમ અને અનોખા વિચારોને વ્યવહારૂ જગતમાં મુકી સ્ટાર્ટઅપ માટે પ્રેરિત કર્યા હતા.અન્ય ફેકલ્ટી પ્રો.નેહા ટેકવાણી અને ખુશ્બુ લોઢારીએ પણ આ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપ્યુ હતુ.
આ વિકાસ સપ્તાહના સફળ કાર્યક્રમ બદલ ટ્રસ્ટના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, એકેડેમિક ટ્રસ્ટી ડો.હીનાબેન ઓડેદરા, વર્કિંગ ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા, ડો.ભરડા તેમજ પ્રિન્સીપાલ ડો.કેતન શાહે ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અંગ્રેજી માધ્યમના ડાયરેકટર કલ્પના જોષી અને તમામ સ્ટાફગણને આવા જ કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીનીઓને પ્રેરિત કરતા રહે તેવી શુભેચ્છા આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech