રાજકોટ શહેર અને જિલ્લામાં પીઆઇ તરીકે બઢતી પામનારની સ્ટારપિન સેરેમની યોજાઈ

  • August 03, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં રાજય પોલીસ વડા દ્રારા રાજયના અલગ–અલગ પોલીસ સ્ટેશનમાં ફરજાવતા પી.એસ.આઇ તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના મળી ૧૬ પીએસઆઇનો સમાવેશ થાય છે. ત્યારે રાજકોટ શહેરમાં અને જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ પીઆઇનો સ્ટાર પિન સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટ શહેરમાં ફરજ બજાવતા છ પીએસઆઇને પીઆઇ તરીકેની બઢતી મળી છે ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની હાજરીમાં સ્ટારપિન સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ શહેર પોલીસમાંથી પીએસઆઇ પી.એચ.નાઈ, પી.એલ.ધામા, ડી.સી. સાકરીયા, બી.વી ઝાલા, એ.જે. પરમાર, એ. એ. ખોખર, એફ.બી.ગંગાનીયાને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યા છે.
આજ પ્રકારે રાજકોટ જિલ્લામાં ૧૦ પીએસઆઇને પીઆઇ તરીકેની પ્રમોશન મળ્યા છે ત્યારે જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની હાજરીમાં સ્ટાર પિન સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લામાંથી પીએસઆઇ એમ.એચ.ઝાલા, કે.એ.ગોહિલ, આર.કે.ગોહિલ, વી.બી. કનારા, એસ.જે. રાણા, એસ.એમ.રાદડિયા, ડી.જી.બડવા, જે.એમ.ઝાલા, આર.એચ.જારીયા અને વી.કે. કોઠીયાને પી.આઈ તરીકે પ્રમોશન મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application