વિધાનસભા નું બજેટ સત્ર અંતિમ પડાવે પહોંચી ચૂકયું છે તે પૂર્વે ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. અંતિમ દિવસે એકી સાથે છ જેટલા વિધેયક રજુ કરવામાં આવશે.
જેમાં ગુજરાત વિનિયોગ (વધારાના ખર્ચ) વિધેયક, ગુજરાત સ્ટેમ્પ ડુટી સુધારા વિધેયક અને ગુજરાત વિનિયોગ વિધેયક રજૂ થશે સત્રના છેલ્લ ા દિવસે ૨૮મી માર્ચે પણ ૩ સરકારી વિધેયક ગૃહમાં રજૂ થશે
ગુજરાત ગૌવશં સંવર્ધન (નિયમન) વિધેયક, ગુજરાત જમીન મહેસુલ (સુધારા) વિધેયક અને ગુજરાત મત્સ્યોધોગ ઉધોગ (સુધારા) વિધેયક રજૂ થશે. ગઈકાલે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વધારાના કામને મંજૂરી આપવામાં આવી હતી. સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય મુજબ રાય સરકાર આગામી એપ્રિલ મહિનામાં જંત્રી ૨૦૨૪ ના ડ્રાટમાં કેટલાક સુધારા વધારા સાથે નવી જંત્રી અમલમાં મૂકી શકે છે તે પૂર્વે વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮માં ૨૮ થી વધારે કલમોમાં સુધારો કરશે જે અંગે ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
સામાન્ય નાગરિકોને સ્પર્શતા સ્ટેમ્પ ડુટી એકટ ૧૯૫૮માં આવનાર ફેરફારમાં વડીલો પાર્જિત મિલકતમાં અવસાન પામેલી પુત્રીના વારસદારોના હકમાં કમી લેખ પર ૪.૯૦% બદલે પુત્રોના વારસદારોની જેમ પિયા ૨૦૦ સ્ટેમ્પ પર એફિડેવીટી વ્યવસ્થાનો સમાવેશ કરાયો છે. હકીકતમાં વર્ષ ૨૦૧૩માં વડીલો પાજીર્ત મિલકતમાં ભાઈના વારસદારોના હક્ક કમી માટે પિયા ૨૦૦ ના સ્ટેમ્પ ડુટી પર સોગદં ના માને માન્યતા આપતા કાયદામાં સુધારો કરાયો હતો જે તે સમયે બહેનના વારસદાર અર્થાત કે તેમની વડીલો પાજીર્ત મિલકત છે તે વ્યકિતના અવસાન પામેલી પુત્રી એટલે બહેનના વારસદારો માટે કોઈ ચોખવટ થઈ ન હતી. જેમ કે લાંબા સમયથી ન્યાયિક વિવાદો થતા આખરે સરકારે આ કાયદામાં સુધારો કરવાનું મુનાસીબ માન્યું છે.
આ સિવાય સ્ટેમ્પ ડુટી એકટમાં ૨૮ કરતાં વધુ કલમો અને પેટા કલમોમાં સુધારા વધારામાં નાના ઉધોગકારો નાગરિકો માટે સમય શકિતનો બચાવ થાય તે ઉદ્દેશ્યથી ગિરોખત ગીરો મુકિત લેખ ભાડા પટ્ટા લેખ માટે સબ રજીસ્ટાર કચેરીમાં જવાને બદલે ઘરે બેઠા જ રજિસ્ટ્રેશન સુવિધા આપવાની પણ જાહેરાત કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech