લદ્દાખમાં હિમસ્ખલન થતાં એક સૈનિકનું મોત, ત્રણ લાપતા

  • October 10, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લદ્દાખમાં ભારતીય સેનાની એક ટીમ માઉન્ટ કુન પાસે હિમસ્ખલનનો ભોગ બની હતી. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર હિમસ્ખલનમાં એક સૈનિકના મોતની માહિતી સામે આવી છેઅન્ય લાપતા જવાનોની શોધખોળ ચાલુ છે.સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ત્રણ સૈનિકો લાપતા છે. તેમણે કહ્યું કે માઉન્ટ કુન પાસે હિમસ્ખલનને કારણે એક સૈનિકનું મોત થયું છે, યારે અન્ય ત્રણ લાપતા છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે હાઇ એલ્ટિટુડ વોરફેર સ્કૂલ અને આર્મીની આર્મી એડવેન્ચર વિંગના લગભગ ૪૦ જવાનોની ટુકડી માઉન્ટ કુન (લદ્દાખ) નજીક નિયમિત તાલીમ પ્રવૃત્તિઓમાં સામેલ હતી.
તેમણે કહ્યું કે આ પ્રકારના અભ્યાસ આ સિઝન દરમિયાન થતા રહે છે, તેનું લય ટ્રેન ધ ટ્રેઈનર કોન્સેપ્ટ હેઠળ હભાગીઓને યોગ્ય પર્વતારોહણ તાલીમ આપવાનું છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે ૮ ઓકટોબરે ટ્રેનિંગ કલાઇમ્બ દરમિયાન સેનાની ટુકડીને ભારે હિમસ્ખલનનો સામનો કરવો પડો હતો.

સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે
તેમણે કહ્યું, અમારા ચાર સૈન્ય કર્મચારીઓ નીચે ફસાયા હતા. તાત્કાલિક બચાવ કામગીરી શ કરવામાં આવી હતી અને હજુ પણ ચાલુ છે. તેમણે કહ્યું કે એક ખતરનાક સર્ચ ઓપરેશન દરમિયાન હિમસ્ખલનનો ભોગ બનેલા એક વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાન અને ભારે બરફ હોવા છતાં, બરફ હેઠળ ફસાયેલા અન્ય લોકોને શોધવા અને બચાવવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application