તાપમાનમાં થોડો ઘટાડો થવાથી ગરમીમાં રાહત છતા હજુ ઠંડી નથી

  • February 06, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલથી આવેલા વાતાવરણના પલટાના કારણે મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલો અને લઘુતમ તાપમાનમાં સામાન્યથી બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. ટેમ્પરેચર નીચું ઉતરતા ગરમીમાં રાહત મળી છે પરંતુ ઠંડી શરૂ થઈ નથી.આજે રાજકોટમાં મામૂલી વધારા સાથે લઘુતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી રહ્યું છે. પોરબંદરમાં એકાદ ડીગ્રીના વધારા સાથે આજે ૧૯.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
નલિયામાં ગઈકાલે ૧૫.૪ અને આજે ૧૪.૫ દ્રારકામાં ગઈકાલે ૨૧.૨ અને આજે ૨૦.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં બે ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૭.૪ ડિગ્રી નોંધાયું છે. ભાવનગરમાં આજે ૧૯.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે જે ગઈકાલ કરતા એકાદ ડિગ્રી ઓછું છે. અમરેલીમાં મામુલી ફેરફાર સાથે આજે ૧૮.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News