BREAKING NEWS

વેરાવળમાં અભયમ ટીમના કુશળ કાઉન્સેલિંગથી પરિણીતાનો પરિવારનો માળો વિખેરાતા બચ્યો

  • July 18, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીર સોમનાથના ઉના તાલુકામાંથી  એક પરણીતા જે જીદ લઈને બેઠી હતી કે જે  પુષ સાથે તેને જે લાગણીના સંબધં છે તે રાખે તો તેની સાથે જ રહેવું છે જેથી તેના સગા સંબંધીએ ખૂબ સમજાવ્યા પરંતુ ના સમજતા  તે મહિલાના કાઉન્સિલિંગ માટે ૧૮૧ની  મદદ માંગી. જેથી ફરજ પર હાજર રહેલા કાઉન્સેલર  મનિષા ધોળિયા, કોન્સ્ટેબલ પ્રવિણા બેન અને પાયલોટ અજીતભાઈ ધટના સ્થળ પર પહોંચી ગયા. તે મહિલા અને તેનો પરિવાર પોલીસ સ્ટેશન બહાર હતા પરણિતાને તેના પતિ સાથે રહેવું નથી તે મહિલાને એક યુવાન છોકરા સાથે અનૈતિક સંબધં હોય જેથી તેની સાથે જવું  છે તેવી હઠ લઈને બેઠા હતા  તે મહિલા  એક ૧૨ વર્ષની દીકરીની માતા છે તેને એક માતા અને એક પત્નિ તરીકેની જે ફરજ અને જવાબદારી નિભાવવાની હોય તેનાથી અવગત કરાવેલ. કે એક ૧૨ વર્ષની  માસૂમ દીકરીને માતાની જર હોય છે. તમારો માળો વિખાય જશે. વ્યવહારિક સમજ આપી.તેના કુશળ કાઉન્સેલિંગ બાદ તે મહિલાની જે પુષ પ્રત્યે લાગણીના ફલ ખીલ્યા હતા તે કરમાય ગયા. અને  તેના પતિની માફી માંગી કે હવે પછી આવી ભૂલ નહીં કં એની ખાતરી આપી તેના પતિએ દીકરી સામુ જોઈ તેના પત્નીને એક મોકો આપ્યો અને રાજી ખુશી થી તેની પત્નીને સ્વીકારી. જેથી અભયમ્ ટીમના કુશળ કાઉન્સેલિંગથી દંપતીને સાથે જોડી  એક પરિવાર તૂટતો બચાવ્યો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application