મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી: ડાયરામાં નોટોનો વરસાદ

  • May 23, 2023 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સી.આર. પાટીલ, હર્ષભાઇ સંઘવી, રત્નાકર સહિતના ભાજપના પ્રદેશના દિગ્જજોની હાજરી : સોમવારે બપોરે ૨ થી ૭ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ: ગુર્જર જ્ઞાતીની વાડીથી ટાઉનહોલ સુધી બાઇક રેલી : મહારાણા પ્રતાપની પ્રતીમાને પુષ્પાંજલી અને રાજપુત વાત્સલ્ય જમણવાર તેમજ પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની રકતતુલા અને લોક ડાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

જામનગર શહેરમાં તા. ૨૨ના રોજ મહારાણા પ્રતાપની ૪૮૪મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જામનગર અને દેવભુમી દ્વારકા રાજપુત સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરાયા હતા, જેમાં સોમવારે બપોરે ૨ થી ૭ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ ત્યારબાદ ગુર્જર જ્ઞાતીની વાડીથી ટાઉનહોલ સુધી બાઇક રેલી યોજાઇ હતી, ત્યારબાદ મહારાણા પ્રતાપની પ્રતીમાને પુષ્પાંજલી અને રાજપુત વાત્સલ્ય જમણવાર તેમજ પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની રકતતુલા અને લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા.
સોમવારે બપોરે ૨ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ગુર્જર સુતાર જ્ઞાતીની વાડી ગાંધીનગર મેઇન રોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં પ્રદેશ ભાજપના અઘ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પુર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી. ફળદુ, પ્રદેશ ભાજપના ઉપાઘ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના ડો. જયેન્દ્રસિંહ જાડેજા, ડો. યોગરાજસિંહ જાડેજા, પી.એસ. જાડેજા, પ્રમુખ નવલસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થીત રહયા હતા.
સાંજે ૭ વાગ્યા બાદ ગુર્જર સુતાર જ્ઞાતીની વાડીએથી એક વિશાળ શોભાયાત્રા બાઇકરેલી સ્વરુપે નીકળી હતી જે ડીકેવી કોલેજ, અંબર રોડ, તિનબત્તી, ટાઉનહોલ થઇ જીલ્લા પંચાયત સર્કલે પહોચી હતી, જયાં મહારાણા પ્રતાપની પ્રતીમાને પુષ્પાંજલી આપવામાં આવી હતી. સાંજે ૭ વાગ્યા બાદ દેવભુમી દ્વારકા અને જામનગર જીલ્લાના રાજપુત જ્ઞાતીના લોકો માટે તેમજ વીવીઆઇપી લોકો માટે વાત્સલ્ય જમણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ પદમ પાર્ટી પ્લોટ ખાતે સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી પણ હાજર રહયા હતા તેમના ગયા બાદ પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની રકતતુલાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રાત્રે ૧૦ વાગ્યા બાદ ભવ્ય લોકડાયરો યોજાયો હતો જેમાં મહાનુભાવોનું સન્માન તેમજ કીર્તીદાની ગઢવી, માયાભાઇ આહીર અને કીંજલબેન દવેનો કાર્યક્રમ યોજાયો હતો, જે મોડી રાત્રી સુધી ચાલ્યો હતો જેમાં લાખો રુપીયાની ઘોર કરવામાં આવી હતી, સમગ્ર જમણવારના દાતા તરીકે ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા રહયા હતા, જો કે રાજપુત સમાજ દ્વારા આવતા વર્ષે પણ મહારાણા પ્રતાપની જન્મજયંતીની તીથી મુજબ ઉજવણી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application