'ડાયમંડ' આજે પણ સમગ્ર વિશ્વમાં અમિરીનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ, હાલમાં આ સમૃદ્ધ વ્યવસાય અત્યતં ગરીબીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે એક સાથે ૭ હજાર કંપનીઓ નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે અને હજારો લોકોમાં નોકરી ગુમાવવાનો ભય છે. અત્યાર સુધીમાં ૬૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. આર્થિક સંશોધન સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ) એ બુધવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યેા છે.
જીટીઆરઆઈએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતનું હીરા ક્ષેત્ર ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે, કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં આયાત અને નિકાસ બંનેમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે લોન પેમેન્ટમાં ડિફોલ્ટ થવાથી કંપનીઓ ઝડપથી ડિફોલ્ટ થઈ રહી છે. કારખાનાઓ બધં થવાથી અને મોટા પાયે નોકરીઓ ગુમાવવાની સ્થિતિ સર્જાઈ છે.
ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્િટટૂટએ જણાવ્યું હતું કે, નિકાસની આવકમાં વધારો થયો છે, પરંતુ ઓર્ડરમાં ઘટાડો અને લેબોરેટરી દ્રારા ઉગાડવામાં આવતા હીરાની વધતી જતી સ્પર્ધાને કારણે બિનપ્રક્રિયા વગરના રફ હીરાનો સ્ટોક વધી રહ્યો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઇ)ના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રની સમસ્યાઓના નિરાકરણ અને સેકટરના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
અજય શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, ધંધામાં સતત ઘટાડાથી પેમેન્ટમાં ડિફોલ્ટ, ફેકટરીઓ બધં થઈ ગઈ છે અને મોટા પાયે નોકરી ગુમાવવી પડી છે. દુર્ભાગ્યે, ગુજરાતમાં હીરા ઉધોગ સાથે સંકળાયેલા ૬૦થી વધુ લોકોએ આત્મહત્યા કરી, જે ભારતના હીરા ઉધોગ પર ગંભીર નાણાકીય અને ભાવનાત્મક તાણ દર્શાવે છે.
ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્િટટૂટના ડેટા અનુસાર, ૨૦૨૧–૨૨માં ૧૮.૫ બિલિયન અમેરિકી ડોલરથી ૨૦૨૩–૨૪માં ૧૪ બિલિયન અમેરિકી ડોલર સુધી એમ રફ ડાયમંડની આયાતમાં ૨૪.૫ ટકાનો ઘટાડો થયો છે જે નબળી વૈશ્વિક બજારો અને નીચા પ્રોસેસિંગ ઓર્ડર્સ (કરાર) દર્શાવે છે. તેમણે કહ્યું કે, રશિયા–યુક્રેન સંઘર્ષની વૈશ્વિક હીરા સપ્લાય ચેઇન પર પણ અસર પડી છે. મુખ્ય રફ હીરા ઉત્પાદક રશિયા પરના પ્રતિબંધોએ વેપારને વધુ જટિલ બનાવ્યો છે અને વૈશ્વિક હીરાના વેપારને ધીમું કયુ છે.
શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, લેબ દ્રારા ઉગાડવામાં આવતા હીરા તરફ ગ્રાહકોની વધતી માંગ કુદરતી હીરાની માંગ પર અસર કરી રહી છે. એવું માનવામાં આવે છે કે, પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા વધુ આર્થિક અને ટકાઉ હોય છે. જીટીઆરઆઈએ એમ પણ કહ્યું કે, દુબઈ હીરાનું ઉત્પાદન કરતું નથી, તેમ છતાં ભારતની રફ ડાયમંડની આયાતમાં તેનો હિસ્સો સતત વધી રહ્યો છે. દુબઈ બોત્સ્વાના, અંગોલા, દક્ષિણ આફ્રિકા, રશિયા પાસેથી કાચા હીરા મેળવે છે અને પછી તેને ભારતમાં નિકાસ કરે છે. ભારતીય હીરા ઉધોગમાં ૭,૦૦૦ થી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે જે હીરાને કાપવા, પોલિશ કરવા અને નિકાસ કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech