રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચે આઇપીએલ ટી–૨૦ સીરીઝમાં ક્રિકેટ સટ્ટાના રેકેટ પકડવાનો આરભં કર્યેા છે. ન્યારી ડેમ પર રામનગરની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી મુંબઇના થાણેના રહેવાસી ભાવેશ વિઠ્ઠલદાસ ઉપાધ્યાય નામના શખસને પકડી પાડી આઇડી આપનાર મુખ્ય બુકી મિત સોમૈયા તેમજ રાજકોટના એરપોર્ટ રોડ પર રહેતા ચિરાગ વણઝારા નામની બે બૂકીના નામ ખોલ્યા છે.
ન્યારી ડેમના કાંઠે આવેલા ગીરધરભાઇ પટેલના ફાર્મ હાઉસના બિલ્ડીંગમાં ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા ગત રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો. બિલ્ડીંગમાં પ્રવેશતા ઉપરના માળે રૂમમાં ભાવેશ નામનો શખસ હૈદરાબાદ સનરાઇઝ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ચાલી રહેલા મેચમાં લેપટોપ તથા મોબાઇલથી સોદા લઇને ક્રિકેટ સટ્ટાનો નેટવર્ક ચલાવતો રંગેહાથ પકડાયો હતો. પોલીસે લેપટોપમાં માસ્ટર આઇડી ચેક કરતા આ આઇડી મિત સોમૈયા નામના બૂકીએ આપી હતી અને આ આઇડી મારફતે મિત સોમૈયાના કહેવાથી ચિરાગ વણઝારાના ગ્રાહકો તેમજ અન્ય પંટરોના હાર જીતના સોદા ભાવેશ લેતો હતો. પોલીસે લેપટોપ, વાઇફાઇ, ત્રણ મોબાઇલ ફોન તેમજ સોદા લખવા રખાયેલા ફુલ સ્કેપ પેઇજના બે ચોપડા, ટીવી અને પાંચ લાખની કાર મળી ૫.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજાએ ભાવેશ ઉપાધ્યાય તેમજ આઇડી આપનાર મિત સોમૈયા અને ચિરાગ વણઝારા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કબજે કરેલા લેપટોપમાં કોણ કોણ પંટરો હતાં અને કેટલા સમયથી આ નેટવર્ક ચાલતું હતું સહિતની બાબતોએ હવે લેપટોપ, મોબાઇલનો અભ્યાસ કરી આગળની તપાસ પીએસઆઇ ડી.સી.સાકરિયા દ્રારા આરંભાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech