ઉત્તરાખંડના અલ્મોડામાં ગંભીર અકસ્માત સર્જાયોની ધટના સામે આવી છે. જેમા 40 જેટલા મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં ખાબકી છે. આ અકસ્માત ગઢવાલ-રામનગર માર્ગ પર સોલ્ટ પાસે સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, આજે સવારે એક બસ ગૌરીખાલથી રામનગર જવા રવાના થઈ હતી. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. સોલ્ટ્સ કૂપ પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. થોડી જ વારમાં બસ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. બસ પડતાની સાથે જ મુસાફરોમા ગભરાટ ફેલાયો હતો.
અકસ્માત સમયે કેટલાક મુસાફરો બહાર પડી ગયા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર વિનીત પાલે જણાવ્યું કે સોલ્ટ અને રાનીખેતથી ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 5 લોકોના મોતના અહેવાલ છે. ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. કેટલા લોકોના મોત થયા છે તેની માહિતી બચાવ કાર્ય પૂર્ણ થયા બાદ જ આપી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech