શહેરના સ્વામીનારાયણ ચોકમાં આવેલા એલ.જી.મોરીના તબીબના કલિનિકે ગયેલી મહિલા દર્દીને ૭૮ વર્ષીય તબીબે તપાસવા અને નોકરીના બહાને તેના પર એકથી વધુ વખત દુષ્કર્મ આચયુ હતું.આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે તબીબ સામે એટ્રોસીટી એકટ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે હવસખોર તબીબને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં માવતર અને ઝાલાવડ પંથકમાં સાસરીયુ ધરાવતી ૩૦ વર્ષની પરિણીતા લના આઠ માસ બાદ માવતરે પરત રિસામણે પરત ફરી હતી.દરમિયાન તેણીને તાવ આવતો હોવાથી પરિણીતા કૃષ્ણનગર મેઇન રોડ ઉપર સ્વામિનારાયણ ચોકમાં આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટમાં ડોકટર એલ.જી. મોરીના કિલનિકમાં દવા લેવા માટે ગઈ હતી. ત્યારે ખાનગી કિલનિકમાં ડોકટરે પરિણીતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખી લીધા હતા અને દવા આપી કિલનિકનું કાર્ડ આપ્યું હતું અને ડોકટર મોરીએ જણાવ્યું હતું કે, તમે મને ફોન કરીને બતાવવા આવજો.
પરિણીતાએ બે દિવસ બાદ ડોકટર મોરીને ફોન કરતા તેમણે બપોરના બે અઢી વાગ્યે આવવાનું કહેતા પરણીતા બે અઢી વાગ્યે કિલનિકમાં પહોંચી હતી યાં ડોકટર મોરીએ પોતાની કેબીનમાં બોલાવી તું શું કામ કરે છે. તને સારી નોકરી અપાવી દઈશ તેમ કહી કેબીનમાં રહેલા ટેબલ ઉપર સુવડાવી પેટના ભાગે તપાસ કરવાના બહાને બળજબરીપૂર્વક શરીર સંબધં બાંધ્યો હતો અને આ વાત કોઈને કરીશ તો તારા ઘર સુધી આવી તને બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી. અને બાદમાં છ દિવસ પછી ડોકટર મોરીએ ફોન કરી પરિણીતાને ફરી બોલાવી હતી અને યાં પરણીતાની પુત્રીને ચોકલેટ આપી બહાર બેસાડી પરિણીતાને હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ ત્રીજી વખત ડોકટર મોરીએ નોકરી અપાવવાની લાલચ આપી અને ત્યાં ફરી પરિણીતા ઉપર દુષ્કર્મ આચાર્ય હતું.
તબીબે મારાથી ખોટુ થઇ ગયું તેવ કહી તેની પાસે માફી માંગી હતી.બાદમાં ફરી તેને નોકરી અપાવી દેવાનું કહી કિલિનક પર બોલાવી દુષ્કર્મ આચયુ હતું.તબીબની ધમકીથી ડરી ગયેલી પરિણીતાએ જે તે સમયે કોઇને આ વાત કહી ન હતી.બાદમાં પરિવારને આ વાત જણાવતા તમણે હીંમત આપતા અંતે ૭૮ વર્ષીય તબીબ સામે આ ફરિયાદ નોંધાવી છે.માલવિયાનગર પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી તબીબ સામે દુષ્કર્મ અને એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમ તબીબને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech