ગુજરાત, મુંબઈ સહીત ૩૮૦ સ્ક્રીન પર ગત તા.૧૭મીના રિલીઝ થયેલા ગુજરાતી ફિલ્મ સમંદરને દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર્રના સિનેમાઘરોમાં મુવી છવાઈ ગયું છે, માત્ર ફિલ્મ જ નહીં તેનું ગીત–સંગીત પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે.થિયેટરોમાં બોલીવુડના ફિલ્મો હાઉસફુલ શો સાથે સ્ક્રીન ઉપર લાંબો સમય સુધી ધૂમ મચાવતા હોય ત્યારે કેટલીક અર્બન ગુજરાતી ફિલ્મ પણ થિયેટરોમાં ખાસ્સો સમય સુધી સ્ક્રીન પર ધૂમ મચાવતી જોવા મળે છે. પરંતુ રિલીઝ થયાના અઠવાડિયામાં જ સૌરાષ્ટ્ર્રભરના સિનેમાઘરોમાં છવાઈ ગયેલી સમંદર ગુજરાતી ફિલ્મ નિહાળવા માટે થિયેટરોમાં દર્શકોનો સાગર ઘુઘવ્યો છે.
હિન્દી ફિલ્મ એનિમલના સિંગર બી પ્રાકના સ્વરે ગવાયેલું તું મારો દરિયો ને કાંઠોય તું... અને આદિત્ય ગઢવીના સ્વરે ગવાયેલા મારા હલેશા આ બંને ગીતની સાથે ફિલ્મમાં ગુુ કલાકર મયુર ચૌહાણના એકથી એક સુપર ડુપર ડાયલોગ દર્શકોમાં અનેરો રોમાંચ જગાવી રહ્યા છે. ખાસ કરીને યુવાધન આ ફિલ્મને વધાવી રહ્યું છે. એ બદલ ફિલ્મ નિર્માતા કલ્પેશ પલાણએ દર્શકોનો આભાર માન્યો છે. ફિલ્મ સમંદર ના મીડિયા પાર્ટનર તરીકે આજકાલ દૈનિક જોડાયું છે.
ફિલ્મ નિહાળ્યા બાદ રીવ્યુ આપતા દર્શકોએ કહ્યું હતું કે, અંડરવલ્ર્ડના વિષય પર અનેક વેબ સિરીઝ અને હિંદી ફિલ્મો બની છે પણ ગુજરાતી ફિલ્મ આ પ્રકારે સૌ પ્રથમ વખત બની છે. ફિલ્મમાં મયુર ચૌહાણ, જગજીતસિંહ વાઢેર અને ચેતન ધાનાણી જયારે ફિમેલ કલાકારોમાં રિવા રાચ્છ અને મમતા સોનીએ અદાકારી અંદાજમાં ખુબ સારી રીતે રોલ પ્લે કરવાની સાથે જબદરસ્ત એકટીંગ કરી છે. વધુમાં દર્શકોએ જણાવ્યું હતું કે, ફિલ્મ કેટલાક ડાયલોગ બોલીવુડ ફિલ્મની છાંટ આપી રહ્યા છે. પોરબંદરના દરિયાકાંઠે થયેલું શુટિંગમાં ફિલ્મમાં પોતીકા પણાનો અહેસાસ કરાવે છે. આવતા દિવસોમાં ફિલ્મ હિન્દી અને સાઉથમાં પણ ડબીંગ કરવામાં આવનાર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech