રાજકોટમાં એરપોર્ટ, કોર્ટ, પોસ્ટઓફિસ, હોસ્પિટલ વિધાનસભા સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ છાસવારે મળતા પોલીસમાં દોડધામ રહેવા પામી છે. પોલીસની તપાસમાં અંતે એક પણ સ્થળ પરથી આજસુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા ધમકીના મેઈલ ફોક સાબિત થયા રહ્યા છે. ત્યારે વધુ એક વખત રાજકોટ, અમદાવાદ અને વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યેા ઈ–મેઈલ મળતા પોલીસ દોડી ગઈ હતી. સઘન તપાસ બાદ હંમેશની માફક કોઈ પણ સંદિગ્ધ વસ્તુ મળી ન આવતા વધુ એક વખત ધમકી ભર્યેા મેઈલ ફોક સાબિત થયો છે.
પ્રા વિગત મુજબ આજે સવારે રાજકોટ, અમદાવાદ અને વડોદરા આરટીઓમાં ગેસ બોમ્બ મુકયો છે અને ૧૨.૫૦ વાગ્યે બ્લાસ્ટ થશે તેવો ઈ–મેઈલ ત્રણેય કચેરીને મળતા આરટીઓ અધિકારી આઈ.એસ.ટાંકની સૂચનાથી આરટીઓ કર્મચારી દ્રારા પોલીસ કંટ્રોલ મને જાણ કરવામાં આવતા એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ, કયુઆરટીની ટીમ દોડી ગઈ હતી અને કેમ્પસનો ખૂણે ખૂણામાં તલાસી લેતા કશું હાથ લાગ્યું નહતું. જેને લઈને પોલીસ અને આરટીઓ કચેરીના સ્ટાફે હાંશકારો લીધો હતો. પોલીસ દ્રારા બનાવની નોંધ કરી સાઇબર ક્રાઇમને તપાસ સોંપતા સાઇબર ક્રાઇમની ટિમ દ્રારા ઇમેઇલ આઈડીની તપાસ હાથ ધરી છે. જો કે આ બાબતને લઈને અરજદારોને કોઈ પરેશાની વેઠવાનો વારો આવ્યો હોય એવું બન્યું ન હોવાનું પણ આરટીઓના સૂત્રોએ જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application