દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી બ્રેક બાદ ગઈકાલે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હળવા તથા ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી વધી ગયેલા બફારા અને ઉકળાટ બાદ ગઈકાલે ખંભાળિયા શહેરમાં વરસાદી માહોલ રહ્યો હતો અને દિવસ દરમિયાન હળવા છાંટા બાદ રાત્રીના આશરે સાડા દસ વાગ્યે વીજળીને ચમકારા વચ્ચે વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા શહેરના માર્ગો પાણીથી તરબતર બન્યા હતા. આજે સવારે પણ આ લખાય છે ત્યારે ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે સોમવારે સાંજે કલ્યાણપુર અને ભાણવડ તાલુકાના 20-20 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકામાં મોડી રાત્રે બે મિલીમીટર પાણી પડી ગયું હતું. આ વરસાદ ખેતરોમાં પાક માટે ફાયદા રૂપ ગણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં હાલ ખંભાળિયામાં સૌથી વધુ સવા 28 ઈંચ (708 મી.મી.) વરસાદ વરસી ચૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech