રાજકોટમાં વૃક્ષ ધરાશાઈ થતાં રિક્ષાચાલકનો માંડમાંડ જીવ બચ્યો, જુઓ CCTV

  • September 18, 2023 05:19 PM 

રાજકોટ શહેરમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે. તો સાથે જ અનેક જગ્યાએ વૃક્ષા ધરાશાઈના બનાવો પણ સામે આવ્યા છે. શહેરના નાના મોવા ચોક નજીક વૃક્ષ ધરાશાઈ થયાનો બનાવ બન્યો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. રીક્ષા ત્યાંથી પસાર જ થતી હતી કે વૃક્ષ ધરાશાઈ થતાં માંડમાંડ બચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application