રક્ષાબંધન પર્વે આકાશમાં સર્જાશે દુર્લભ નજારો: દેખાશે સુપર બ્લુ મૂન

  • August 19, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રક્ષાબંધન પર્વ પર આજે ખૂબ જ ખાસ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. નાસા અનુસાર, આજે સુપર બ્લુ મૂન જોવા મળશે. આ દુર્લભ નજારો આગામી ત્રણ દિવસ સુધી જોઈ શકાશે. આ રવિવારથી શ કરીને બુધવાર સુધી, આ ખગોળીય ઘટના જોઈ શકાશે જેમાં ચદ્રં ૧૪ ટકા મોટો દેખાશે. આ સિવાય બાકીના ત્રણ સુપર મૂન પણ આ વર્ષે જોવા મળવાના છે. આમાંથી એક ૧૭ સપ્ટેમ્બરે દેખાશે, જેને હાર્વેસ્ટ મૂન તરીકે ઓળખવામાં આવે છે. હન્ટર મૂન બીજી વખત ૧૭ ઓકટોબરે જોવા મળશે. એ જ રીતે, બીવર મૂન ૧૫ નવેમ્બરની પૂર્ણિમા પર દેખાશે.
આ સંયોગ ભારતીયો માટે વધુ ખાસ બની જાય છે. નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે લેટેસ્ટ સુપર બ્લુ મૂન સરળતાથી જોઈ શકાય છે. સુપર મૂન શબ્દ યોતિષી રિચર્ડ નોલે વર્ષ ૧૯૭૯માં બનાવ્યો હતો. યારે કેલેન્ડર મહિનામાં ૨ પૂર્ણ ચદ્રં હોય છે, ત્યારે બીજી પૂર્ણિમાના ચંદ્રને બ્લુ મૂન કહેવામાં આવે છે. તેનું નામ બ્લુ મૂન હોઈ શકે છે, પરંતુ તે વાસ્તવમાં વાદળી નથી. આ એક મહિનામાં બીજી પૂર્ણિમાનું પરંપરાગત નામ છે.
આ ઘટના ત્યારે થાય છે યારે ચદ્રં તેની ભ્રમણકક્ષા દરમિયાન પૃથ્વીની નજીક હોય છે. આવી સ્થિતિમાં તે મોટો અને તેજસ્વી દેખાય છે. નિષ્ણાતો કહે છે કે કયારેક હવામાં ધુમાડો અથવા ધૂળના કણો પ્રકાશની લાલ તરંગલંબાઇને વિખેરી નાખે છે. આ કારણે કેટલીક જગ્યાએ ચદ્રં સામાન્ય કરતાં વાદળી દેખાય છે. પરંતુ, આ ઘટનાને સુપર બ્લુ મૂન સાથે કોઈ લેવાદેવા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application