બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ સામે ગંગોત્રી પાર્ક રોડ પર શિલ્પ્ન નોવા એપાર્ટમેન્ટમાં એક ફલેટમાં જૂગાર રમાતો હોવા અંગે જાગૃત નાગરિક દ્વારા પોલીસને કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી અહીં સોની વેપારીના ફલેટમાં દરોડો પાડી ફલેટ માલિક સહિત આઠ શખસોને જુગાર રમતા ઝડપી લીધા હતાં.પોલીસે પટમાંથી રૂ.1.55 લાખની રોકડ કબજે કરી હતી.પુછતાછમાં ફલેટ માલિકે એવું રટણ કર્યું હતું કે,રજા હોવાથી તેણે પોતાના મિત્રોને અહીં બોલાવ્યા હતાં બાદમાં જુગાર રમવા બેસી ગયા હતાં.
યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ મહોરમના તાજીયા અંતર્ગત પેટ્રોલીંગમાં હતો દરમિયાન પોલીસ ક્ધટ્રોલ રૂમમાં કોઇએ ફોન કરી શિલ્પ્ન નોવા એપાર્ટમેન્ટમાં ફલેટ નં. 1004માં જૂગાર રમાતો હોવાની જાણ કરતાં પીએસઓ ફતેહસિંહ સોલંકીએ જાણ કરતાં પીએસઆઇ બી.આર.ભરવાડની રાહબરીમાં હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, કોન્સ. ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા સહિતની ટીમ ત્યાં પહોંચી હતી.અહીં આવી જોતા જુગાર રમતો હોવાનું માલુમ પડયું હતું. પોલીસે ફલેટ માલિક રવિ અશોકભાઇ થડેશ્વર (ઉ.વ.31-રહે. શિલ્પ્ન નોવા એપાર્ટમેન્ટ વીંગ એ-1, ફલેટ નં. 1004, ગંગોત્રી પાર્ક રોડ) તથા જૂગાર રમવા આવેલા સંજય રમણીકભાઇ થડેશ્વર (ઉ.વ.54-રહે. મીચીસ રેસ્ટોરન્ટ પાસે ઇન્દિરા સર્કલ દેવાલય એપાર્ટમેન્ટ એ-401), દેવાંગ દિનેશભાઇ જગડા (ઉ.વ.34-રહે. નંદનવન એપાર્ટમેન્ટ એ-302, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે), દર્શન રમેશભાઇ ધકાણ (ઉ.વ.34-રહે. જીવરાજ પાર્ક સુવર્ણભુમિ એપાર્ટમેન્ટ બી-503), બ્રિજેશ અશોકભાઇ ધકાણ (ઉ.વ.36-રહે. રહે. રૈયાધાર સન સ્ટિી હેવન ઇ-501), વિશાલ પ્રવિણભાઇ જગડા (ઉ.વ.40-રહે. ગોપાલ ચોક ગોલ્ડ એપાર્ટમેન્ટ એ-102), આશિષ પ્રદિપભાઇ ધકાણ (ઉ.વ.40-રહે. ચિત્રલેખા એપાર્ટમેન્ટ 504, ગિરીરાજ હોસ્પિટલ પાસે દોઢસો ફુટ રીંગ રોડ) તથા મિલન પ્રવિણભાઇ ધાનક (ઉ.વ.38-રહે. અંબિકા પાર્ક મકાન નં. 7, રૈયા રોડ દેવપુષ્પ મેડિકલની બાજુમાં)ને ઝડપી લઇ પટમાંથી રોકડ રૂ. 1,55 લાખ કબજે કયર્િ હતાં.
ઝડપાયેલા આઠે સોની વેપારીઓ છે અને સોની કામ કરે છે. પોલીસની પ્રાથમિક પુછતાછમાં ફલેટ માલિક રવિ થડેશ્ર્વરે રટણ કર્યું હતું કે,જાહેર રજા હોઇ બધા વેપારી મિત્રો એકબીજાથી પરિચીત હોઇ અહીં આવ્યા બાદ જૂગાર રમવા બેસી ગયા હતાં.પોલીસે આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
વિજય પ્લોટમાં ઘોડી પાસનો જુગાર રમતા બે ઝડપાયા
ભકિતનગર પોલીસ મથકના સ્ટાફે ઢેબર રોડ પર વિજય પ્લોટમાં ગુજરાત ફર્નીચરવાળી શેરીમાં આવેલા ખૂણામાં જાહેરમાં ઘોડી પાસનો જુગાર રમતા ભરત ઉર્ફે ભલો નાથાલાલ જરીયા(ઉ.વ 56 રહે. વિજય પ્લોટ શેરી નં.11 ગોંડલ રોડ) અને લાલસીંગ ઉમેદસીંગ જાદવ(ઉ.વ 42 રહે. લક્ષ્મીનગર શેરી નં.2 ત્રીશુલ ચોક પાસે નાનામવા મેઇન રોડ) ને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂ.2150 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech