વીંછિયા તાલુકાના મોટી લાખાવાડ ગામની સીમમાં વાડીમાં ચાલી રહેલા જુગારધામ પર રાજકોટ એલસીબીએ દરોડો પાડો હતો. પોલીસે અહીં જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ પિયા ૭૦ ૨૦૦ કબ્જે કર્યા હતા.જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,વીંછિયાના મોટી લાખવાડ ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગાધામ પર રાજકોટ એલસીબીની ટીમે દરોડો પાડી અહીં જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે પટમાંથી રોકડ .૭૦,૨૦૦ કબજે કરી કર્યા હતાં.દરોડા દરમિયાન જુગાર રમાડનાર વાડી માલિક હાથ ન લાગ્યો હોય તેન ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલતથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે,વીંછિયાના મોટી લાખાવાડ ગામની સીમા ભાદર નદીના કાંઠે આવેલી શૈલેષ બાવળીયાની વાડીમાં મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પડો હતો પોલીસે અહીં જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી પિયા ૭૦,૨૦૦ ની રોકડ કબજે કરી હતી.
જુગાર રમતા ઝડપાયેલા મામૈયાભાઈ રાઠોડ(રહે. તુરખા, બોટાદ), રમેશ ધીભાઈ ગઢાદરા(રહે. અમરાપર, વિછીયા), રવિ મનસુખભાઈ વાલાણી (રહે, મોટી લાખાવાડ), અરવિંદ છગનભાઈ માલકીયા(રહે. ચોબારી, ચોટીલા), પ્રવીણ ભુપતભાઈ બાવળીયા(રહે. મોટી લાખાવાડ), જીવરાજ રવજીભાઈ મેણીયા (રહે. મોટી લાખાવાડ), હસમુખ વિનુભાઈ ઓળકિયા (રહે. રામપરા, ચોટીલા), વિજય રાજાભાઈ ઝાપડિયા(રહે. નાના હરણીયા,તા સાયલા), વિરમ ભુપતભાઈ ઝાપડિયા(રહે નાના હરણીયા) અને વિપુલ ધીભાઈ ચૌહાણ (રહે.છાસીયા)નો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન વાડી માલિક શૈલેષ દેવજીભાઈ બાવળીયા (રહે મોટી લાખાવડ) હાજર મળી આવ્યો ન હોય પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech