મુંબઈ એરપોર્ટ પર કોહલીને પૂછવામાં આવ્યો એક સવાલ, જેના પર તેના રિએકશન થઇ રહ્યા છે વાયરલ

  • October 11, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. વિરાટ ન્યૂઝીલેન્ડ સામે 16 ઓક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા મુંબઈ આવ્યો છે. તે પછી ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પણ જવાનું છે. જ્યારે વિરાટને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યો ત્યારે એક મીડિયા રિપોર્ટરે તેને કહ્યું કે 'BGT ટ્રોફીમાં આગ લગાડવી પડશે.' જેના પર વિરાટના જે રીએક્શન હતા તે વાયરલ થઈ રહ્યા છે.


વિરાટ કોહલી એરપોર્ટથી બહાર આવીને કારમાં ચઢવા જતો હતો, ત્યારે પ્રેસના એક સભ્યે કહ્યું, 'સર, BGTમાં આગ લગાડવી પડશે.' પહેલા તો વિરાટ સમજી ન શક્યો એટલે તેણે પૂછ્યું કે કઈ વસ્તુમાં આગ લગાડવી?  રિપોર્ટરે ફરી પોતાની લાઇન દોહરાવી તો વિરાટ સમજી ગયો. પછી તે કારમાં બેસીને એરપોર્ટની બહાર નીકળી ગયો હતો.


બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કોહલીનો રેકોર્ડ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ઇતિહાસ ઘણો જૂનો છે. BGTના ઈતિહાસમાં અત્યાર સુધી કોહલીએ કુલ 24 મેચ રમી છે, જેમાં તેણે 42 ઈનિંગ્સમાં 1,979 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 8 સદી અને 5 અડધી સદી પણ ફટકારી છે. આ આંકડા દર્શાવે છે કે તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રન બનાવવાનું પસંદ છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા દ્વારા સ્લેજિંગ કર્યા બાદ વિરાટનું પ્રદર્શન વધુ સારું બહાર આવ્યું છે.


2024માં ફોર્મ સારું નથી


2024નું વર્ષ વિરાટ કોહલી માટે બિલકુલ સારું રહ્યું નથી, પછી ભલે આપણે T20 ક્રિકેટની વાત કરીએ, ODI કે ટેસ્ટ મેચની. વિરાટ કોહલીએ 2024માં 3 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તે માત્ર 157 રન જ બનાવી શક્યો છે. સતત સદી અને અર્ધસદી ફટકારનાર કોહલી આ વર્ષે ટેસ્ટ મેચમાં એક પણ સદી કે અડધી સદી ફટકારી શક્યો નથી. 2024માં તે ત્રણેય ફોર્મેટમાં મળીને માત્ર 395 રન જ બનાવી શક્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application