ધોરાજીમાં રહેતા શખસના મકાનમાંથી નશાકારક કોર્ડિન સિરપનો જથ્થો મળ્યા

  • February 07, 2024 01:12 PM 

ધોરાજીમાં રહેતા શખસના મકાનમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી અહીંથી નશાકારક કોર્ડિન સીરપનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે અહીંથી રૂ.૬૬૫૦ ની કિંમતની ૩૮ બોટલ કબજે કરી હતી.આરોપીની પુછતાછ કરતા તે જુનાગઢથી આ સીરપની બોટલ લાવતો હોવાની કબુલાત આપી હતી.પોલીસે હાલ આરોપી સામે એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગ્રામ્ય એઓજીના પીએસઆઇ બી.સી.મિયાત્રાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ.જયવિરસિંહ રાણા,ભગીરથસિંહ જાડેજા,અરવિંદભાઇ દાફડાને એવી બાતમી મળી હતી કે,ધોરજીમાં રહેતો શખસ નશાકારક સીરપનું વેચાણ કરે છે અને તેની પાસે સીરપન જથ્થો છે.જેથી સર્કલ પીઆઇ એલ.આર.ગોહિલના માર્ગદર્શનમાં ટીમે અહીં ધોરાજીમાં વોંકળા કાંઠે આઝાદ સોડાની બાજુમાં રહેતા શફી સલીમભાઇ ઢીબ(ઉ.વ ૨૮) ના મકાનમાં દરોડો પાડયો હતો.
પોલીસે અહીં તપાસ કરતા આ શખસના મકાનમાંથી નશાકારક સીરપ કોર્ડિનની ૩૮ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે આ સીરપની બોટલ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૧,૬૫૦ નો મુદામાલ કબજે કરી આરોપી સામે એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે,આરોપી પોતાના ઘરેથી જ છુટકમાં આ સીરપની બોટલ પોતાના પરિચિત ગ્રાહકોને વેચતો હતો.સીરપની બોટલ કયાંથી લાવ્યો તે અંગે આરોપીને પુછતા તે જુનાગઢથી આ સીરપની બોટલ લાવતો હોવાનું અને અગાઉ ચાર વખત આ રીતે માલ લાવ્યાનું અને છેલ્લા છ માસથી આ વેપલો કરતો હોવાની કબુલાત આપી હતી.પોલીસે આ શખસને માલ પૂરો પાડનાર જુનાગઢના શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News