ચાલક ફરાર : દરેડ, બાદનપર પાટીયામાં શરાબની બાટલી સાથે બે ઝબ્બે : નાગનાથ ગેઇટ પાસે એકટીવામાંથી દા મળ્યો : સપ્લાયર ફરાર : બેડેશ્ર્વરમાં દેશીની ભઠ્ઠી પર દરોડો
જામનગરના નંદનવન વિસ્તારમાં બિનવારસુ રીક્ષામાથી ઇંગ્લીશ દાનો જથ્થો મળી આવતા કુલ ૧.૫૮ લાખનો મુદામાલ કબ્જે કરી રીક્ષાવાળાની શોધખોળ આદરી હતી, દરેડમાથી એક શખ્સ દાની બાટલી સાથે ઝપટમાં આવ્યો હતો, જયારે બાદનપર પાટીયેથી દાની બોટલ સાથે જોડીયાના શખ્સને દબોચી લીધો હતો અને નાગનાથ ગેઇટ પાસે એકટીવામાં દાની બોટલ લઇને નીકળેલો શખ્સ પકડાયો હતો જેમાં સપ્લાયરનું નામ ખુલ્યુ હતુ અને બેડેશ્ર્વરમાં દેશી દાની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડયો હતો.
જામનગર સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી પીએસઆઇ રાઠોડ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન ષીરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા અનેન રવિ શર્માને ચોકકસ રાહે બાતમી મળેલ કે, શહેરના નંદનવન શેરી નં. ૨માં એક બિનવારસુ લીલા કલરની ઓટો રીક્ષા પડેલ છે જેમાં દા ભરેલો છે.
હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા ઓટો રીક્ષા નં. જીજે૮વાય-૪૩૯૩માંથી વિદેશી દાની અલગ અલગ બ્રાન્ડની ૧૦૭ બોટલ તથા રીક્ષા મળી કુલ ૧.૫૮.૧૯૭નો મુદમાલ જપ્ત કર્યો હતો, રેઇડ દરમ્યાન કોઇ હાજર મળી આવ્યુ ન હતું આથી સીટી-એ પોલીસે રીક્ષાચાલક વિરુઘ્ધ ફરીયાદ દાખલ કરી શોધખોળ આદરી હતી.
અન્ય એક દરોડામાં દરેડ રોડ પર ઇંગ્લીશ દાની એક બોટલ સાથે પટેલ પાર્ક પાછળ વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મુળ નંદાણા ગામના વિમલ હસમુખ હીરપરા નામના શખ્સને પંચ-બી પોલીસે પકડી પાડયો હતો.
જયારે જોડીયાના કંદોઇ શેરીમાં રહેતા મુળ બોટાદના વતની હિતેશગીરી અનિરુઘ્ધગીરી ગોસ્વામીને ઇંગ્લીશ દાની એક બોટલ સાથે બાદનપર પાટીયા પાસેથી પોલીસે દબોચી લીધો હતો. તેમજ જામનગરના બેડેશ્ર્વર મીલ સામે રહેતા દેવેન્દ્રસિંહ બચુભા જાડેજા નામના શખ્સને એકટીવા ગાડી નં. જીજે૧૦ડીસી-૫૩૫૦માં વિદેશી દાની એક બોટલ લઇને નાગનાથ ગેઇટ કોમ્પ્લેક્ષ પાસેથી નીકળતા સીટી-બી પોલીસે પકડી લીધો હતો.
તેની પાસેથી દાની બોટલ, એકટીવા, મોબાઇલ મળી કુલ ૩૩૫૦૦નો મુદામાલ જપ્ત કરાયો હતો, પુછપરછ કરતા વિદેશી દા તેને શાંતીનગરના અજયસિંહ ભરતસિંહ જાડેજાએ આપ્યો હતો જેને ફરાર જાહેર કર્યો હતો બંનેની સામે પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેડેશ્ર્વરમાં રહેતી સીરીનબેન મહેબુબ જામ નામની મહિલાએ પોતાના ભોગવટાના મકાનમાં દેશીની ભઠ્ઠી ચલાવે છે તેવી બાતમીના આધારે સીટી-બી પોલીસે દરોડો પાડી ૫ લીટર આથો, ૫ લીટર દેશી દા અને ભઠ્ઠીના સાધનો કબ્જે લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech