કલ્યાણપુરમાં વિદેશી દારુનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

  • March 02, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુરના રાણ ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારુની ૬૯ બોટલ કબ્જે કરી હતી જયારે આરોપી ફરાર થઇ ગયો હતો.
કલ્યાણપુર તાલુકાના રાણ ગામની ખારાવાળી સીમ વિસ્તારમાં રહેતા હરદાન ઉર્ફે પપ્પુ રણમલ સાખરા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૨૭,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૬૯ બોટલ એલસીબી પોલીસે પકડી પાડી હતી. જોકે આ સ્થળેથી આરોપી હરદાન ઉર્ફે પપ્પુ સાખરા પોલીસને મળી ન આવતા પોલીસે હાલ તેને ફરાર જાહેર કરી, કલ્યાણપુર પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application