તળાજાના સરતાનપર ગામેથી એલસીબીએ વિદેશી દારૂની નાની બોટલ નંગ-૨૧૨ કિ.રૂ.૨૧,૨૦૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન સરતાનપર ગામે આવતાં પો.કો. એજાજખાન પઠાણને બાતમી મળેલ કે, કલ્પેશ વિનુભાઇ મકવાણા (રહે.સરતાનપર તા.તળાજા) સરતાનપર ગામે જોળ વિસ્તારમાં કાચા રસ્તે નાળા નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે રેઇડ કરી મેજીક મુમેન્ટસ સ્મુથ ઓરેંજ ફલેવર્ડ વોડકા બોટલ નંગ-૧૮ કિ.રૂ.૧,૮૦૦, જોહન ડીલકસ વ્હીસ્કી ૧૮૦ બોટલ નંગ-૨૦ કિ.રૂ.૨,૦૦૦,રોયલ રીસ્પેકટ ફાઇન પ્રિમીયમ વ્હીસ્કી બોટલ નંગ-૩૦ કિ.રૂ.૩,૦૦૦ તેમજ ગ્રેટ ગેલન વેન્ચર્સ લીકર્સ બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦મળી કુલ રૂ.૨૧,૨૦૦નો મુદ્દામાલનો કબ્જે કરી ફરાર બનેલ કલ્પેશ વિનુભાઈ મકવાણાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ, અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, મહેન્દ્દસિંહ સરવૈયા, એજાજખાન પઠાણ અને પ્રવિણભાઇ ગળચર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech