BREAKING NEWS

ભાણવડના શેઢાખાઇ પાસેથી રૂ. ૭.૨૫ લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂનો જથ્થો ઝડપ્યો

  • May 26, 2026 01:43 PM 

ભાણવડના શેઢાખાઇ પાસેથી રૂ. ૭.૨૫ લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂ​​​​​​​નો જથ્થો ઝડપ્યો

બે કાર સહિત કુલ ૧૧૦૦ લીટર દારૂ​​​​​​​ કબ્જે: બે આરોપીની અટકાયત, પાંચ આરોપી ફરાર

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા દા‚ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ આદેશ અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીની રાહબારી હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી અને તેમની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાને સંયુક્ત રીતે મળેલી બે અલગ-અલગ ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. ટીમે ભાણવડ તાલુકાના શેઢાખાઇ ગામ પાસે સફળ રેડ પાડીને મોટા પ્રમાણમાં દેશી દારૂ​​​​​​​નો જથ્થો ઝડપી પાડ્યો છે.

પ્રથમ દરોડામાં, પોલીસને બાતમી મળી હતી કે શેઢાખાઇ બાજુથી આવી રહેલી એક ગ્રે કલરની ઇક્કો કાર (નંબર GJ​​​​​​​ ૧૦ DA​​​​​​​ ૭૨૩૯) માં દેશી દારૂ​​​​​​​ ભરેલો છે અને તેનું પાયલોટિંગ એક કાળા કલરની ક્રેટા ગાડી (નંબર GJ​​​​​​​ ૦૪ CR​​​​​​​ ૦૦૮૨) કરી રહી છે. પોલીસે વોચ ગોઠવીને ઇક્કો કારમાંથી ૪૦૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ​​​​​​​. ૮૦,૦૦૦/-), એક મોબાઇલ ફોન અને બે લાખની કિંમતની ઇક્કો કાર સહિત કુલ રૂ​​​​​​​. ૨,૮૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે લાલપુરના ધરાનગર વિસ્તારના રહેવાસી આરોપી ફઝલ હુશેન ઘાવડાને ઝડપી લીધો હતો, જ્યારે જામનગરના હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઇ ચાવડા, નાજીર ઉર્ફે નાઝલો નુરમામદભાઇ ઘોઘા અને એક અજાણ્યા ઇસમને પકડવાના બાકી દર્શાવ્યા છે.

બીજા દરોડામાં, મોરજર ગામ તરફથી શેઢાખાઇ ગામ બાજુ આવી રહેલી એક સફેદ કલરની ક્રેટા કાર (નંબર GJ​​​​​​​ ૧૨ DA​​​​​​​ ૭૭૪૧) ને આંતરીને તપાસ કરતા તેમાંથી ૭૦૦ લીટર દેશી દારૂ​​​​​​​ (કિંમત રૂ​​​​​​​. ૧,૪૦,૦૦૦/-) મળી આવ્યો હતો. પોલીસે અહીંથી ૧,૪૦,૦૦૦/- નો દારૂ​​​​​​​ ત્રણ લાખની કિંમતની ક્રેટા કાર અને મોબાઇલ ફોન મળીને કુલ રૂ​​​​​​​. ૪,૪૦,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં હાલ પાછતરમાં રહેતા અને મૂળ ટીંબડી ગામના આરોપી કેશુ ઉર્ફે કિશન કમાભાઇ મોરીને રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે પાછતરના વીનુભાઇ ટપુભાઇ મોરી અને લાલપુરના પીપળી ગામના ધાંધાભા દેવદાસ ગુજરીયા નાસી છૂટતા તેમને પકડવાના બાકી આરોપી તરીકે જાહેર કરાયા છે.

આમ, એલ.સી.બી.ની ટીમે બંને દરોડા દરમિયાન કુલ ૧,૧૦૦ લીટર દેશી દારૂ​​​​​​​ અને વાહનો મળીને કુલ રૂ​​​​​​​. ૭,૨૫,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બંને સફળ કામગીરીમાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને આગળની તપાસ માટે ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રશંસનીય કામગીરીમાં એલ.સી.બી.ના એસ.વી. કાંબલીયા, ગોવિંદભાઇ કરમુર, જેઠાભાઇ પરમાર, પરેશભાઇ સાંજવા, મુકેશભાઇ કેશરીયા, હસમુખભાઇ કટારા અને કિરપાલસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.  

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application