પેડક રોડ પર મુંબઈના શખસના મકાનમાં દરોડો: ૧૦૬ બોટલ દારૂનો જથ્થો મળ્યો

  • August 08, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેડક રોડ પર ભાડાના મકાનમાં રહેતા મૂળ મુંબઈના શખસના મકાનમાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ૧૦૬ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો.યારે ક્રાઈમ બ્રાન્ચે કનકનગરમાં કારમાંથી ૮૪ બોટલ દા સાથે એકને ઝડપી લીધો હતો.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ કે.ડી.મા તથા તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ એમ.એમ.મલેક કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ઝાલા, જગદીશભાઈ વાંક, પંકજભાઈ માળી, ભાનુશંકર ધાંધલા, રાજદીપભાઈ પટગીર અને જયદીપસિંહ બોરાણા સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે પેડક રોડ પર અલકા પાર્ક શેરી નંબર ૨ માં ભાડાના મકાનમાં રહેતા મૂળ મુંબઈના વતની અનિલ ધમુભાઈ ગુર્જર(ઉ.વ ૨૮) ના મકાનમાં દરોડો પાડો હતો પોલીસે અહીં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની દાની ૧૦૬ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે પિયા ૧.૩૫ લાખની કિંમતનો દાનો હાજર હતો મોબાઈલ ફોન સહિત ૧,૫૫,૯૫૦ ના મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી શહેરમાં અલગ–અલગ વારે ભરાતી ગુજરી બજારોમાં લેડીઝની ચીજ વસ્તુઓ વેચતો હોવાનું માલુમ પડું છે. આરોપી દા કોની પાસેથી લાવ્યો હતો તે જાણવું તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
યારે દાના અન્ય એક દરોડામાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર. ગોંડલીયા,ડી.સી. સાકરીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઈ મેતાને મળેલી બાતમીના આધારે સતં કબીર રોડ પર આવેલા કનકનગર સોસાયટી શેરી નંબર– ૧ માં મકાન પાસે કારમાંથી પિયા ૩૩,૬૦૦ ની કિંમતનો ૮૪ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે સુરેશ વીરજીભાઈ મેર (ઉ.વ ૨૫ રહે.ડાકવડલા તા. ચોટીલા)ને પકડી પાડો હતો.દાનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૨.૩૮ લાખનો મુદ્દામાં પોલીસે કબજે કર્યેા હતો. દરોડા દરમિયાન અહીં કનકનગરમાં રહેતો સંજય જાદવ કુમારખાણીયા હાજર મળી આવ્યો ન હોય પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. સંજય સામે અગાઉ રાજકોટના થોરાળા બી ડિવિઝન, કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં મળી દાના ત્રણ ગુના નોંધાઈ ચૂકયા છે. યારે ગોંડલમાં તેની સામે રાયટનો ગુનો નોંધાઈ ચૂકયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application