સોનગઢ દયાનંદ ક્ધયા વિધાલય હાઇસ્કુલ ખાતે પોકસો એક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • October 14, 2024 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સરકાર પુરસ્કૃત બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી તા.૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા. ૭-૧૦-૨૦૨૪ના રોજ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા શિહોર તાલુકાના સોનગઢ દયાનંદ ક્ધયા વિધાલય હાઇસ્કુલ ખાતે ઘો.૮ થી ૧૨ ની વિધાર્થીનીઓ માટે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (પોકસો એક્ટ) અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સ્કુલના આચાર્ય અલ્પાબેન જોષી દ્રારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ ત્યારબાદ ઉઇંઊઠ ની ટીમ દ્રારા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (પોકસો એક્ટ) વિવિધ કલમો અંગે અને વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી ઉઇંઊઠ સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના મિશન કો-ઓર્ડીનેટર તેમજ જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી તેમજ આ કાર્યક્રમમાં સ્કુલના શિક્ષિકા બહેનો અને ઘો.૮ થી ૧૨ ની વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application