ગુજરાત સરકારના કર્મચારીઓ માટે રાય સરકાર આવતાં દિવસોમાં સુધારાત્મક પગલાંઓ લેવા જઈ રહી છે છેલ્લ ે મળેલી ચિંતન શિબિરમાં સરકારી કર્મચારીઓની તાલીમ અને નિર્માણ ક્ષમતા મુદ્દે જે જૂથ ચર્ચા યોજાઇ હતી તેમાં મળેલી ભલામણોના આધારે જીએડી દ્રારા સરકારના કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા આપે તો તેને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
રાય સરકારે કર્મચારી–અધિકારીને ખાતાકીય પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહક ઇનામ આપવાનો નિર્ણય કર્યેા છે. જેમાં તમામ પ્રકારની સરકારી પરીક્ષા જો પ્રથમ તકમાં સરેરાશ ૮૦ ટકાથી વધુ ગુણ મેળવી પાસ કરશે તે તેમને પાંચ હજાર પિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
કોઇ એક વિષયમાં ૮૦ ટકાથી વધુ કૃપા ગુણ આપી પાસ કરાયા હોય તો ૮૦ ટકાથી વધુ ગુણ થતા હોય તો પણ ઇનામ આપવામાં આવશે.
સ્પર્ધાત્મક પરીક્ષા કે સીધી ભરતીથી નિમણૂક પામતા વર્ગ–૧ અને વર્ગ–૨ના રાયપત્રિત અધિકારીઓ માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) અમદાવાદ દ્રારા કોમન ફાઉન્ડેશન કોર્સનું આયોજન કરવા ચિંતન શિબિર–૨૦૨૩માં મળેલી ભલામણના આધારે નિર્ણય લેવાયો છે. જે કુલ ૧૪ સાહનો રહેશે. તેમાં તાલીમ, અન્ય રાયની મુલાકાત, પરીક્ષા વિગેરેનો સમાવેશ કરાયો છે. કોમન ફાઉન્ડેશન કોર્સ જાન્યુઆરી અને જુલાઇ માસથી વર્ષમાં બે વખત કે તેથી વધુ વખત માટે પણ યોજી શકાશે.
સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા ૨૪ એપ્રિલે લેવાયેલા નિર્ણય મુજબ જે કર્મચારી–અધિકારી પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષા, ખાતાકીય પરીક્ષા, વ્યવસાયિક પરીક્ષા કે રીટેન્શન પરીક્ષા કે પ્રથમ તકમાં ૮૦ ટકાથી વધુ ગુણથી પાસ કરશે તેને ઇનામને પાત્ર ગણાશે. જો મેળવવા પાત્ર ગણાશે નહીં.
ચિંતન શિબિરમાં સરકારી કર્મચારીઓની તાલીમ અને નિર્માણ ક્ષમતા મુદ્દે જે જૂથ ચર્ચા યોજાઇ હતી તેમાં મળેલી ભલામણોના આધારે જીએડી દ્રારા આ નિર્ણય લેવાયો છે. જેનો હવે અમલ કરવામાં આવશે.ચિંતન શિબિરની ભલામણનો અમલ: સરકારની જાહેરાત
ખાતાકિય પરીક્ષામાં ૮૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારને રૂા.૫૦૦૦નું ઇનામ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મ્યુનિસિપલ ઇજનેરોનું ગણિત પાકું કે બીજું જ કાંઈ? એન્યુઅલ એટલે ૧૮ મહિના લખ્યું
April 25, 2025 03:28 PMમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMસ્ક્રેપના ધંધાર્થી સાથે બામણબોરમાં યુનિટ ધરાવનાર શખસની 13.04 લાખની ઠગાઈ
April 25, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech