જામનગરના પ્રદર્શન મેદાનમાં ૨૪મી એ સાંજે ૭.૦૦ વાગ્યા થી ૯.૦૦ વાગ્યા સુધી નગરજનો માટે નિદર્શનની વ્યવસ્થા ગોઠવાઈ
જામનગર ના નભો મંડળમાં આગામી તારીખ ૨૧ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી સુધી સૂર્યમંડળના ગ્રહોની એકી સાથે પરેડ ઓફ પ્લેનેટ નો અદભુત નજારો નિહાળી શકાશે. અને આગામી ૨૪ મી જાન્યુઆરીના સાંજે ૭.૦૦ વાગ્યા થી ૯.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ ખગોળીય ઘટના નરી આંખે તેમજ ટેલિસ્કોપની મદદથી પણ જોઈ શકાશે. જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે ૭.૦૦ વાગ્યા થી ૯.૦૦ વાગ્યા ના સમયગાળા દરમિયાન ગુજકોષ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ -ધ્રોળ સંચાલિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોળ તેમજ ખગોળ મંડળ- જામનગરના સંયુક્ત ઉપક્રમે નગરની ખગોળ પ્રેમી જનતા માટે પ્લેનેટ નિદર્શન નો કાર્યક્રમ યોજાયો છે. જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
આ બધા ગ્રહો સૂર્ય થી લાખો અને કરોડ કી.મી. દૂર હોવા છતાં પૃથ્વી ઉપર થી લગભગ એકજ રેખા માં અને એકજ લાઇન માં જોઈ શકાય છે. નેપચ્યુન મીન રાશિ માં અને યુરેનશ મેષ રાશિ માં સૂર્ય થી અતિ દૂર હોય નરી આંખે જોઈ શકાય નહીં. આ સમયે મંગળ નો ગ્રહ પૃથ્વી અને સૂર્ય ની બરાબર વચ્ચે હોવાથી વધુ ચમકતો દૃશ્યમાન થશે, ગુરૂ ગ્રહ ના ચાર ચંદ્ર, શુક્ર ની કળા અને વલય વગરનો શનિ નો ગ્રહ ટેલિસ્કોપ થી જોઈ શકાશે. ૮ માર્ચ બાદ બુધ નો ગ્રહ આ પ્લેનેટ પરેડમાં ઉમેરાશે. ત્યારે સાત ગ્રહો આપણા આકાશ માં હાજર હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસહનશીલતા ખૂટી: બે સગીરા, મહિલાની આત્મહત્યા
January 18, 2025 03:44 PMધ સ્પાયર, ઉમેશ કોમ્પ્લેકસ, ચિત્રકૂટ ધામના નવકાર એપાર્ટમેન્ટ સહિતના સ્થળે ૧૬ મિલકતો સીલ કરાઇ
January 18, 2025 03:42 PMહવે નાણાકીય વ્યવહારો માટે બેંક કોલ ફકત ૧૬૦૦ નંબર પરથી જ આવશે
January 18, 2025 03:41 PM૨૦ મિનિટ મોડું થયું હોત તો મારી હત્યા થઇ ગઈ હોત: શેખ હસીના
January 18, 2025 03:40 PMરોબોટિક સર્જરી કરતી અમદાવાદ સિવિલ દેશની સૌપ્રથમ સરકારી હોસ્પિટલ
January 18, 2025 03:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech