રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પંચવટી ટાવર, અતિથિ ચોક, પંચવટી પાસે, રાજકોટ મુકામે આવેલ પાલી પાર્લર પેઢીની તપાસ કરતા પેઢીના ફ્રિઝમાં સંગ્રહ કરેલ તથા ડિસ્પ્લેમાં વેચાણમાં રાખેલ વિવિધ નમકીનના પેકેટ, કોલ્ડિ્રંકસ, બેકરી પ્રોડકટસ, ફરસાણ, આઇસક્રીમ વગેરે જેવી પેકડ ખાધચીજો લાંબા સમયથી એકસપાયરી ડેટ વીતી ગયેલ માલૂમ પડેલ. તમામ એકસપાયરી થયેલ ખાધચીજો મળીને અંદાજિત કુલ –૧૬ કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફડ રજીસ્ટ્રેશનને બદલે લાઇસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સેટેલાઈટ–ચોક–મોરબી રોડ તથા વાવડી–૫૦ ફટ રોડ વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૪૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૧ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૩૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
કસીસ ગરમા–ગરમ કચ્છી દાબેલી, મહાદેવ દાળપકવાન, ન્યુ ભારત સ્વીટ, શ્રી હરી ફાર્મસી, જય સરદાર સુપર, જય ખોડિયાર ડેરી ફાર્મ, પટેલ પ્રોવિઝન સ્ટોર, તુલસી કિરણા ભંડાર, પ્રગતિ ચાઇનીઝ પંજાબી, એપલ ક્રીમ પાર્લર, ચામુંડા ફરસાણ, શ્રીજી એજન્સી, ધ સોડા પફ, દેવ પાણિપુરી, ખોડિયાર ડેરી ફાર્મ, મોવિયા આઇસક્રીમ, પટેલ પ્રોવિઝન સ્ટોર, પટેલ દાબેલી –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના યોગી જનરલ સ્ટોર, જય સરદાર પાન કોલ્ડિ્રંકસ, દેવમ ખમણ –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી. જયારે શ્રી રાધે સ્પે., જય અંબે ચિલ્ડ પોઈન્ટ, શિવ ફડ, માહિ ફરસાણ કૃષ્ણમ ડેરી ફાર્મ મિલન ખમણ કેક એન જોય રંગોલી બેકરી શ્રીજી બેકરી પટેલ મેડિસિન સાગર સરબતવાલા આઈ બોલ્સ આઇસક્રીમ બ્રહમાણી ડેરી મધુરમ પ્રોવિઝન સ્ટોર શિવ પ્રોવિઝન સ્ટોર બેક એન ટેક શ્રીનાથજી ફરસાણ મહાવીર કોલ્ડિ્રંકસની શિવ મેડિકેર દ્રારકેશ ડેરી ફાર્મ, કોલ્ડ હાઉસની ચકાસણી કરવામાં આવેલ.
નમુનાની કામગીરી
ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ પાંચ સ્થળેથી નમૂના લેવાયા હતા. જેમાં મિકસ દૂધ (લુઝ): નાગબાઈ ડેરી ફાર્મ, સેટેલાઈટ ચોક મેઇન રોડ, ઉત્સવ સોસાયટી, નવા મોરબી રોડ, રાજકોટ, ગાયનું દૂધ (લુઝ): સ્થળ– શ્રી ન્યુ કૈલાશ ડેરી ફાર્મ, લમીનગર મેઇન રોડ, નાના મવા રોડ, રાજકોટ. મીઠો માવો (લુઝ): સ્થળ– વિશાલ ડેરી ફાર્મ, મંગળા મેઇન રોડ, રાજયોગ એપાર્ટમેન્ટ, રાજકોટ. તથા પનીર (લુઝ): સ્થળ– ધારેશ્વર ડેરી ફાર્મ, ભકિતનગર સર્કલ, રાજકોટ. કાળા અડદ (૫૦૦જી પેકડ): ડી–માર્ટ સ્ટોર, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી સેમ્પલ લેવાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech