પોલીસને જોઈ વિદેશી દારૂ ભરેલું પીકઅપ રોડ મૂકીને શખ્સો ફરાર થયા. ભાવનગર તળાજા પોલીસ મથકની ટીમને મળેલી બાતમીના આધારે તળાજા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પાલીતાણા ચોકડી પાસે શંકાસ્પદ રીતે પીકઅપ વાહન જોવા પોલીસને જોઈ જતા બોલેરો ગાડી જેના રજી નં. GJ 04 AW 8238 ના ચલાક ગાડી રોડ પર મૂકીને નાસી છૂટ્યા હતા. જેમાંથી વિદેશી દારૂની બોટલ કુલ નંગ-૨૨૨૦ કિ.રૂ.૮.૩૨,૫૦૦ નો મુદ્દામાલ અને પીકઅપ પોલીસે કબજે કરી બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે તળાજા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ તળાજા પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તળાજા ટાઉન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં તળાજા-પાલીતાણા ચોકડી ખાતે પહોચતા બાદતમીદારની માહિતીના આધારે એક બોલેરો પીકઅપ નં.GJ 04 AW 8238 માં ઇંગ્લીશ દારૂ ભરી તળાજા થી ભાવનગર હાઇવે રોડ તરફ જવાની છે. જે બાતમી આધારે તળાજા ભાવનગર હાઇવે રોડ વેળાવદર ગામ નજીક ઓવર બ્રીજ પાસે પહોંચી વોચ તપાસમાં હતા. ત્યારે એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી દુર રોડ ઉપર ઉભી રહેલ બોલેરો ગાડીમાં બેસેલ બે અજાણ્યા શખ્સો જે પોલીસને દુર થી જોઈ જતા પોતાની બોલેરો ગાડી રોડ ઉપર જેમની તેમ મુકી નાસી છૂટ્યા હતા. પોલીસે બોલેરો પીકઅપ નંબર GJ 04 AW 8238 ની પાસે જઈ તપાસ કરતા બોલેરો લોડીંગ ગાડીમાં કાળા કલરની તાલપત્રી ઢાકેલ હોય જે હટાવતા તેમાથી ઇંગ્લીશ દારૂ ની અલગ અલગ પેટીઓ મળી આવી હતી. જે તપાસ કરતા પુઠાના બોક્સ નંગ-૧૮૫ જે દરેક બોક્સમાં બોટલ નંગ-૧૨ લેખે કુલ પુઠાના બોકસ નંગ-૧૮૫ માં બોટલ નંગ-૨૨૨૦ ભરેલ હોય જે બોટલ નંગ-૦૧ ની કિંમત રૂપીયા- ૩૭૫ લેખે ગણી કુલ કિ. રૂ.૮,૩૨,૫૦૦ તથા બોલેરો ગાડી રજી નં. GJ 04 AW 8238 ની કિંમત ૫,૦૦,૦૦૦ સાહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. અને નાસી છૂટેલા બન્ને અજાણ્યા શખ્સો સામે પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી તળાજા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech