BREAKING NEWS

નીટ ૨૦૨૬નું પેપર લીક થતાં રાજકોટ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત

  • May 12, 2026 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ:  નીટ ૨૦૨૬નું પેપર લીક થતાં પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ એનએસયુઆઇના કાર્યકરોએ આવેદનપત્ર આપી કલેકટર સમક્ષ રજૂઆત કરી જવાબદારો સામે કડક પગલા ભરવાની માગણી કરી છે. દેશભરમાં અનેકવાર પેપરલીક થવાના બનાવો સતત બનતા રહેતા હોય છે ત્યારે ફરી એક વખત આવો બનાવ સામે આવ્યો છે. નીટ ૨૦૨૬નું પેપર રદ થતાં રાજકોટ એનએસયુઆઇ દ્રારા રાજકોટ કલેકટરને આવેદન આપી જણાવવામાં આવ્યું છે કે, દેશભરના લાખો વિધાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા છે, જેના કારણે વિધાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી છે. નીટ જેવી રાષ્ટ્ર્રીય સ્તરની મહત્વપૂર્ણ પરીક્ષામાં ગેરરીતિ થવી અત્યતં ગંભીર બાબત છે. જો સમયસર અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો મહેનતુ વિધાર્થીઓનો વિશ્વાસ શિક્ષણ પ્રણાલી પરથી ઉઠી જશે. આ સમગ્ર ઘટનાની ઐંડાણપૂર્વક તપાસ કરી દોષિત લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જ જરી છે. જો આવનાર દિવસો માં આ મામલે કોઈ નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઇ દ્રારા ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application