ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટોપ થ્રિ સર્કલ પાસે રહેતા શખ્સને સીદસર વાળુકડ રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. એલસીબી ટીમે બાતમીના આધારે રેડ કરી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૪૦,૮૦૦ સહિત કુલ રૂ.૧,૪૦,૮૦૦ ના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર એલ.સી.બી. પોલીસ સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, રવિન્દ્રસિંહ નોંધુભા જાડેજા (રહે.ટોપ થ્રી પાસે) તેઓના કબ્જા-ભોગવટાની કાર રજી.નંબર- GJ-04-AP-9921 માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને સીદસર બાયપાસ રોડથી બુધેલ તરફ જવાના છે. જે બાતમી આધારે ભાવનગર, વાળુકડ-સીદસર રોડ ઉપર વોચમાં રવિન્દ્રસિંહ જાડેજા ફોરવ્હીલ કારમાં ઇંગ્લીશ દારૂની બોટલો તથા બિયર ટીન સાથે હાજર મળી આવેલ હતો. જે અંગે એલસીબી ટીમે રવિન્દ્રસિંહ નોંઘુભા જાડેજા (ઉ.વ.૪૨, રહે.ફલેટ નં.૪૦૧, શિવકુંજ-૨, ટોપ થ્રી પાસે) પાસેથી વિદેશી દારૂની ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૩૬ કિં. રૂ.૨૧,૬૦૦ અને બિયર ૫૦૦ ML કંપની સીલપેક ટીન નંગ-૧૯૨ કિં.રૂ.૧૯,૨૦૦ તેમજ મરૂન કલરની સેવરોલેટ કંપનીની ઓપટ્રા મેગનમ કાર રજી.નંબર- GJ-04-AP-9921 કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૪૦,૮૦૦ નો મુદ્દામાલ મળી આવતા શખ્સને ઝડપી લઇ તેના વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech