ભગવતીપરામાં રહેતો શખસ ૧૮૮ બોટલ દારૂના જથ્થા સાથે ઝડપાયો

  • August 17, 2023 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા શખસના મકાનમાંથી બી.ડિવિઝન પોલીસે ૧૮૮ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો.જયારે ક્રાઇમ બ્રાંચે ઘાંચીવાડમાં રહેતા શખસને ૫૩ બોટલ દા સાથે ઝડપી લીધો હતો.

દાના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ બી.ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.મા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બાળા અને કોન્સ્ટેબલ હેમેન્દ્રભાઈ વાઘીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભગવતીપરા મોડેલ સ્કૂલ પાસે શેફી પાર્ક શેરી નંબર ૧ માં રહેતા આમીન ઉર્ફે મુન્નો કાસમભાઇ ખીરા (ઉ.વ ૨૯) ના મકાનમાં દરોડો પાડતા અહીંથી અલગ અલગ બ્રાન્ડનો ૧૮૮ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પિયા ૩૮૦૦૦ ની કિંમતનો દાનો આ જથ્થો કબજે કરી આરોપી સામે ગુનો નોંધ જરી કાર્યવાહી કરી છે.

યારે દાના અન્ય એક દરોડામાં ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચ ના પી.એસ.આઇ એ.એસ.ગરચર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા અને મહેશભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે ઘાંચીવાડ શેરી નંબર ૧ જિલ્લા ગાર્ડન પાસે રહેતા વિનોદ જગદીશભાઈ ચાંડપા(ઉ.વ ૨૮) ના મકાનમાં દરોડો પાડતા અહીંથી .૨૬,૫૦૦ ની કિંમત નો ૫૩ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસે દાના આ જથ્થા સાથે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. યારે ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ બજરંગવાડી સર્કલ પાસેથી હિતેશ રણજીતસિંહ રાઠોડ (ઉ.વ ૪૨) નામના શખ્સને પાંચ બોટલ દા સાથે ઝડપી લીધો હતો. શહેરની ભાગોળે રતનપર ગામથી ખોરાણા ગામ જવાના કાચા રસ્તે વોકળા કાંઠે ધમધમી રહેલી દેશી દાની ભઠ્ઠી પર કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી અહીંથી દેશી દા બનાવવાના સાધનો ત્રણ લિટર આથો સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. દેશી દાની ભઠ્ઠી ચલાવનાર રણજીતસિંહ ટપુભા જાડેજા (રહે રતનપર) સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application