વિશ્વમાં લગભગ ૯૦ ટકા લોકો તેમના જમણા હાથથી કામ કરે છે, તો પછી લગભગ ૧૦ ટકા ડાબા હાથે કેમ છે? નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ આ કોયડો ઉકેલી લીધો હોવાનો દાવો કર્યેા છે. તેમના મતે ડાબો હાથ હોવાનું કારણ જીન્સ સાથે સંબંધિત છે. આવા લોકોના શરીરમાં 'ટીયુબીબી૪બી' નામનું એક ખાસ જનીન હોય છે, જે શરીરના કોષોના કદને નિયંત્રિત કરે છે. તે ડાબોડી લોકોના શરીરમાં ૨.૭ ગણા વધુ જોવા મળે છે. તે મનને નિયંત્રિત કરે છે.
સાયન્સ એલર્ટના રિપોર્ટ અનુસાર નેધરલેન્ડની મેકસ પ્લાન્ક ઇન્સ્િટટૂટ ફોર સાયકોલિંગ્વિસ્ટિકસના વૈજ્ઞાનિકો દ્રારા નેચર જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં જાણવા મળ્યું છે કે ટીયુબીબી૪બી જીન્સને કારણે ડાબો હાથ શરીરનો સૌથી શકિતશાળી ભાગ બની જાય છે. સંશોધકોમાંના એક કલાઈડ ફ્રાન્કસે જણાવ્યું હતું કે મોટાભાગના લોકોમાં મગજની ડાબી બાજુ શરીરની જમણી બાજુને નિયંત્રિત કરે છે, કારણ કે તેમના ચેતા તંતુઓ ડાબેથી જમણે જાય છે. પરંતુ ડાબોડી લોકોમાં મગજની જમણી બાજુ શરીરના ડાબા ભાગોને નિયંત્રિત કરે છે.
ટીયુબીબી૪બી જનીન ચોક્કસ પ્રકારના પ્રોટીનને નિયંત્રિત કરે છે. આ પ્રોટીન કોશિકાઓમાં હાજર માઇક્રોટુબ્યુલ્સના ફિલામેન્ટ સાથે પોતાને જોડે છે. આ કોષોના કદને નિયંત્રિત કરે છે. આ પ્રક્રિયા ડાબા હાથના લોકોની તાકાત છે. કેટલાક કિસ્સાઓમાં આ શકિત જમણા હાથના લોકો કરતા વધુ હોય છે. બરાક ઓબામા, બિલ ગેટસ, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, લેડી ગાગા જેવી હસ્તીઓ તેના ઉદાહરણ છે, જેઓ લેટી છે.
સંશોધકોએ બ્રિટનમાં ૩.૫ લાખ લોકોના મગજ અને જીન્સનું વિશ્લેષણ કયુ. તેમાંથી ૧૧ ટકા ડાબા હાથથી કામ કરતા હતા. હાલમાં, એ જાણી શકાયું નથી કે યારે ગર્ભમાં મગજનો વિકાસ થાય છે, ત્યારે ટીયુબીબી૪બી જનીન કયાં સ્થિત છે, તે કેવી રીતે આવે છે, તેનો વિકાસ કેવી રીતે થાય છે અને તે ગર્ભને ડાબોડી કે જમોણી કેવી રીતે બનાવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાં પડેલા શિયાળનું સફળ રેસ્કયુ
January 29, 2025 11:35 AMભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગુનો
January 29, 2025 11:32 AMકેનેડાએ જ ગેરકાયદેસર સ્થળાંતર, ગુનાહિત પ્રવૃત્તિઓનો માહોલ બનાવ્યો
January 29, 2025 11:32 AMમુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રવેશ માટે ’ડ્રેસ કોડ’
January 29, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech