શહેરના પેડક રોડ પરના વિસ્તારમાં રહેતા ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફીનું કામ કરનાર શખસે પાડોશમાં રહેતી મેકઅપ આર્ટિસ્ટ યુવતી પોતાના મમાં કપડાં બદલાવતી હોય દરમિયાન તેનો વિડીયો ઉતારી લીધો હતો. આ બાબતે યુવતીને શંકા જતા પોલીસને બોલાવી હતી. બાદમાં આરોપીનો મોબાઇલ ચેક કરતા વાંધાજનક વિડીયો મળી આવ્યો હતો ત્યારબાદ યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના પેડક રોડ પરના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી ૨૭ વર્ષીય યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા વિજય વલ્લભભાઈ પારખીયા (ઉ.વ ૩૬) નું નામ આપ્યું છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ વડોદરા રહે છે અને અહીં મેકઅપ આર્ટિસ્ટ તરીકેનું કામ કરે છે તે અહીં રાજકોટમાં રહેતા તેના માતાના ઘરે નાકના ઓપરેશન માટે ગત તારીખ ૧૮૯૨૦૨૪ ના આવી હોય તારીખ ૨૦૯ ના તે અહીં હોસ્પિટલે નાકની સર્જરી કરાવી હતી. ત્યારબાદ આરામ કરવા માટે અહીં માતાના ઘરે જ રોકાઈ ગઈ હતી.
ગઈકાલે સાંજના તે તેમના મોટા બહેન તથા અન્ય મહિલા મિત્રો સહિતનાઓ યુનિવર્સિટી રોડ પર આવેલી હોટલમાં જમવા ગયા હતા અને રાત્રિના દસેક વાગ્યે ઘરે પરત કર્યા હતા. બાદમાં યુવતી ઘરમાં ઉપરના મમાં કપડાં ચેન્જ કરવા માટે ગઈ હતી. દરમિયાન તેને અગાસીની બારીમાંથી કોઈ વાંકડિયા અને મોટા વાળ વાળો શખસ મોબાઇલમાં વિડીયો ઉતારતો હોય તેવું લાગતાં તુરતં તેણે પરિવારના સભ્યોને બોલાવ્યા હતા. બાદમાં અગાસીમાં જઈ જોતા કોઈ જોવા મળ્યું ન હતું. પાડોશમાં જ રહેતા વિજયને અવાજ કરતા તે તુરતં બહાર આવ્યો ન હતો જેથી તેના પર શંકા ગઈ હતી. બાદમાં વિજયના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા હોય જેથી તેને આ કેમેરાના ફટેજ ચેક કરવાનું કહેતા વિજય મારા કેમેરા બરાબર નથી ચાલતા કહી તમે ઘરમાંથી જતા રહો તેમ કહેતા શંકા વધુ દ્રઢ બની હતી. જેથી યુવતીના પરિવારજનોએ એ ૧૦૦ નંબર પર કોલ કરી દેતા પીસીઆર વાન અહીં આવી હતી.
યુવતીના પરિવારજનોએ પોલીસને સમગ્ર મામલાની જાણ કર્યા બાદ પાડોશી વિજયનો મોબાઇલ પોલીસે ચેક કરતા તેમાંથી યુવતીનો વાંધાજનક વિડીયો મળી આવ્યો હતો. જેથી આ બાબતે બાદમાં યુવતીએ પાડોશી વિજય પારખીયા વિદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી જેમાં યુવતી ઘરે હોય ત્યારે બંને ઘરની કોમન દિવાલ ટપી આરોપી અગાસી ઉપર મની બારીમાંથી આ વિડીયો બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. આરોપી વિજય પારખીયાને પોલીસે ઝડપી લઇ પુછપરછ કરતા આરોપી ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફીનું કામ કરતો હોવાનું અને તેને પાંચ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે વધુ તપાસ પી.એસ.આઈ વી.એચ. પરમાર ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી: શેરબજારમાં રોકાણ કરવાના બહાને યુવક સાથે રૂ..50 લાખની ઠગાઈ
November 07, 2024 10:58 AMરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી નાણા ખંખેરતો કોડીનાર પંથકનો યુવક ઝબ્બે
November 07, 2024 10:51 AMડેડરવા નજીક કારે બાઈકને ઉલાળતા જૂનાગઢનું દંપતી ખંડિત
November 07, 2024 10:45 AMપોરબંદરના યોગપ્રેમીઓને રવિવારે વિશિષ્ટ ક્રિયાઓ ની અપાશે તાલીમ
November 07, 2024 10:41 AMવિધાર્થિનીઓને મફતમાં સાયકલની ૫૩૦૦ અરજી, ૫૧૦૨ મંજૂર: આપી એક પણ નહીં
November 07, 2024 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech