ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, એક શખ્સ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર પ્લેટ વગરનુ લઇ સોનગઢ ગામ તરફથી ભાવનગર તરફ જાય છે. તેણે આ મોટર સાયકલ ચોરી અથવા તે છળકપટથી મેળવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે સોનગઢ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર વોચમાં હતાં તે દરમ્યાન નીચે મુજબના માણસને ઝડપી લઇ તપાસ કરતા તેની પાસેથી મોટર સાયકલ મળી આવેલ. જે મોટર સાયકલ અંગે તેની પાસે આધાર કે પુરાવાના કાગળો નહી હોવાનું અને તે અંગે ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહી હોવાથી મોટર સાયકલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં તેણે આશરે વીસેક દીવસ પહેલા સુરત શહેરમાંથી ચોરી કરી લાવેલ હોવાની કબુલાત આપતાં જનક કાળુભાઇ ચુડાસમા (ઉ.વ.૩૬ ધંધો.ડ્રાઇવીંગ રહે.સોનગઢ ગામ, ભારત પેટ્રોલપંપ પાછળ, તા.શિહોર જી.ભાવનગર)ને ઝડપી લઈ હિરો સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગર નું મોટર સાયકલ કિ.રૂ.૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુરત શહેર, સીંગણપોર-ડભોલી પોલીસમાં ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૩ ૨૪૦૬૨૬/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ.-૩૦૩(૨), મુજબનો ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના દીપસંગભાઇ ભંડારી, હીરેનભાઇ સોલંકી, હરેશભાઇ ઉલવા તેમજ નીતીનભાઇ ખટાણા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech