ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આજે આરોપી વિજય પાસવાનને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ભરૂચના ઝઘડિયા GIDCમાં 16 ડિસેમ્બર 2024માં 10 વર્ષની બાળકીના અપહરણ, દુષ્કર્મ અને ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો.
8 દિવસની સારવાર બાદ બાળકીનું મોત
આ ઘટનામાં બાળકી 8 દિવસ સુધી સારવાર હેઠળ રહી, પરંતુ અંતે તેનું મૃત્યુ થયું હતું. આ દુષ્કર્મના કિસ્સામાં, આરોપીએ એક મહિના પહેલા પણ આ જ માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ માતા-પિતાની ચુપ્પીએ આ દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી હતી.
પોલીસ સમક્ષ ક્રૂર કબૂલાત કરી હતી
હા...સાહેબ... પહેલાં મેં રેપ કર્યો, પછી હત્યા કરી હતી. આ ક્રૂર કબૂલાત ભરૂચના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર રેપ ગુજારનાર હેવાને આપી હતી. એ હેવાન વિજય પાસવાનને તો પોલીસે 16 ડિસેમ્બર 2024માં ગણતરીના કલાકોમાં જ તેના ઘરેથી ઝડપી લીધો હતો, પણ તેની હેવાનિયત સાંભળીને પોલીસના પણ રૂંવાડાં ઊંભાં થઈ ગયાં હતાં. તો માસૂમે 8 દિવસના સારવાર બાદ મોતને ભેટી હતી. ત્યારે જિંદગીનો જંગ હારેલી બાળકીને કોર્ટે ન્યાય આપ્યો છે અને ચાર્જશીટના 72 દિવસમાં આરોપીને કોર્ટે ફાંસીની ફટકારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech