ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ મથકમાં દાખલ થયેલ ધાડ લુંટના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં નાસતા-ફરતાં આરોપીઓની હકિકત મેળવવા માટે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, બગદાણા પોલીસ મથકમાં દાખલ થયેલ ધાડ લુટનાં ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતાં-ફરતાં આરોપી કાળુ ઉર્ફે કાજુ બહાદુરભાઇ વાઘેલા રહે.કરીયાણા ગામ, તા.બાબરા, જી.અમરેલી વાળો હાલ- થોરડી ગામ, તા.લોધીકા, જી.રાજકોટ ખાતે રહેતો હોવાની હકિકત મળતાં તુરંત જ પોલીસ સ્ટાફના માણસો રાજકોટ જઇ આરોપીની તપાસ કરતાં નાસતા-ફરતા કાળુ ઉર્ફે કાજુ બહાદુરભાઇ વાઘેલા (ઉ.વ.૫૦ ધંધો.મજુરી રહે.મુળગામ-કરીયાણા, તા.બાબરા, જી.અમરેલી, હાલ રહે.-થોરડી ગામ, તા.લોધીકા જી.રાજકોટ) ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી સામે બગદાણા પોલીસમાં એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૮૦૦૭૨૩ ૦૨૨૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.-૩૯૫,૪૫૮, તથા જી.પી.એક્ટ કલમ.-૧૩૫, મુજબનો ગુન્હો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા, ચંન્દ્રસિંહ વાળા, ઇમ્તિયાઝખાન પઠાણ, અલ્ફાઝ વોરા અને પ્રજ્ઞેશભાઇ પંડ્યા સહિતના જોડાયા હર.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વેજ ફૂડ્સ બાળકોના હાડકાંને બનાવશે મજબૂત, જાણો શું કહે છે નિષ્ણાતો
October 07, 2024 04:43 PMરાહુલ ગાંધી પહોંચ્યા દલિત પરિવારના ઘરે: રસોઈ બનાવી, સાથે ભોજન લીધું
October 07, 2024 04:05 PMઆપ સાંસદ સંજીવ અરોરાના ઘરે ઈડીના દરોડા
October 07, 2024 04:05 PMજે થાય તે કાઢી મુકવા હોય તો કાઢી મુકે...બે મંત્રીઓની ગુસપુસ સોશિયલ મિડીયામા વાયરલ...
October 07, 2024 04:03 PMરાજકોટ એઇમ્સ દેશમાં આરોગ્ય ક્ષેત્રે અવ્વ્લ બનશે: ડો.કટોચ
October 07, 2024 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech