એક મુસાફરે લેન્ડિંગ પહેલા જ પ્લેનનો દરવાજો ખોલવાનો કર્યો પ્રયાસ અને પછી શું થયું? જાણો..

  • May 25, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈન્દોરથી હૈદરાબાદ આવતી ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી હતી. ઈન્દોરથી હૈદરાબાદ આવતી ફ્લાઈટના એક મુસાફરની ગાંજાના પ્રભાવ હેઠળ લેન્ડિંગ પહેલા પ્લેનનો દરવાજો હવામાં ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એરલાઇન સ્ટાફે તેને સમયસર અટકાવી દીધો હતો. પોલીસે એરલાઇન સ્ટાફની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.


જોકે  રિપોર્ટ જોયા બાદ અને માનસિક બીમારીથી પીડિત હોવાથી તેને જામીન મળી ગયા હતા. પોલીસે જણાવ્યું કે 21 મેના રોજ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા 29 વર્ષના એક મુસાફરે વિમાનનો દરવાજો હવામાં ખોલવાનો પ્રયાસ કર્યો હતો.


જ્યારે પેસેન્જરની આ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો તો તેણે એરલાઈન સ્ટાફ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. પોલીસે જણાવ્યું કે ગજુલારામના ચંદ્રગિરિનગરના રહેવાસી યુવકે પ્લેનમાં ચડતા પહેલા ગાંજો પીધો હતો.


પ્લેનમાં તેની વિચિત્ર હરકતો જોઈને એરલાઈન સ્ટાફ અને કેટલાક સહ-યાત્રીઓએ તેને પ્લેનનો દરવાજો ખોલતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે તે તેના મિત્રો સાથે મધ્યપ્રદેશના ઉજ્જૈન ગયો હતો અને ઈન્દોરથી હૈદરાબાદની ફ્લાઈટમાં બેઠો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application