એક સાંધો ત્યાં બીજું તૂટે: સિવિલના પીએમએસએસવાય બિલ્ડિંગના ત્રીજા ફલોરની સિલિંગનો ભાગ તુટ્યો

  • September 16, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલના પી.એમ.એસ.એસ.વાય બિલ્ડીંગમાં કઈ તકલીફ નથી એ તો આવતીકાલે આવતા કે દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા જ જો ચકકર મારી સ્થિતિ જુવે તો જ સાચી ખબર પડે, કારણ કે અહીં તકલીફનો પાર નથી એક સાંધો ત્યાં તેર તુટેની જેમ રાત્રીના ૩જા ફ્લોરમાં એવીંગમાં દર્દીઓના વોર્ડની સાઈડની સિલીંગનો કેટલોક ભાગ તુટીને નીચે ખાબકયો હતો. ધડામ અવાજ આવતા જ વોર્ડના કર્મચારીઓ સહિતના દોડી ગયા હતાં પરંતુ રાત્રીનો સમય હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

૧૫૦ કરોડના ખર્ચે પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા બિલ્ડીંગના દરેક વોર્ડમાં જો જોવામાં આવે તો કેટલાક વોર્ડની સિલીંગ તુટેલી હાલતમાં છે તો કેટલીક જગ્યાએ પડુ પડે છે. આ ઉપરાંત સેન્ટ્રલ એસીની આખી ચેનલ જ ખરાબહોવાના કારણે દર્દીઓને છતાં એસીએ ટેબલ ફેન રાખવાની ફરજ પડે છે. ચોમાસાની સિઝન ન હોય ત્યારે પણ ટપક પધ્ધતિથી એસીનું પાણી ફ્લોર પર ટપકતું રહે છે. ખાસ કરીને ડાયાલીસીસ વોર્ડમાં આ સમસ્યા વારંવાર ઉભી થતાં દર્દીઓ પણ મુશ્કેલી અનુભવી રહયાં છે. બિલ્ડીંગના મેઈન્ટેનન્સના અભાવે આ આધુનિક છ ફ્લોરનું બિ 1 લ્ડીંગ માત્ર નામનું જ આધુનિક રહયું હોય તેમ હાલની સ્થિતિ જોતા લાગી રહયું છે. હજુએ પાંચ વર્ષ આ જ સ્થિતિમાં રહેશે સરકારે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે માટે ખર્ચેલા કરોડો રૂપીયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિનું નિમાર્ણ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application