જામનગરના બાલાજી પાર્કમાં એક ખાનગી સ્કૂલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી એક કારમાં શોર્ટ સર્કિટથી આગ: ફાયરે આગ બુજાવી

  • January 01, 2024 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બાલાજી પાક વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલના ગ્રાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલી એક કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને કાર ભળકે બળી હતી. ફાયર બ્રિગેડે.આગને કાબુમાં લીધી હતી.
આ બનાવની વિગત એવી  છેકે જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં આવેલી એસ.બી.શર્માં ખાનગી સ્કૂલના પાર્કિંગમાં રાખવામાં આવેલી એક કારમાં રવિવારે બપોરના સમયે એકાએક સ્પાર્ક થયું હતું, અને કાર ભડકે બળી હતી.
ઇન્દુમતીબેન શર્માની માલિકીની જીજે૧૦ બી.એલ. ૨૦૧૮ નંબરની કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જે અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આગને બુજાવી હતી. જો કે તે પહેલાં કાર બળીને ખાખ થઈ હોવાથી ભારે નુકસાન થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application